મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યમંત્રી  મુળુભાઈ બેરા સાથે ઈન્ડિયન મોસન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશનના હોદ્દેદારો,સભ્યોએ મુલાકાત કરી હતી,ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા  ના ઉંમદા હેતુ થી ગુજરાતી ફિલ્મ બનાવવા માટે સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી,જે સંદભે  છેલ્લા સોળ મહીનાથી એકપણ  ગુજરાતી ફિલ્મને  સરકાર  દ્વારા  સબસીડીની રકમ ચુકવવામાં ન આવતા ઇન્ડિયન મોસન પિક્ચર પ્રોડ્યુસર એઓસીએશન-મુંબઇના આગેવાનો, હોદ્દેદારોએ સબસીડી વહેલી તકે ચૂકવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને રજુઆત કરી હતી,સરકાર દ્વારા ગુજરાત ફિલ્મ નીતિની જાહેરાત કરવામાં આવી હતી.

આજ સુધીમાં  છેલ્લા 16 માસ થી કોઈ પણ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરને સબસીડી ની રકમ ચૂકવવામાં આવી નથી, આ બાબતે આ પહેલા રજુઆત કરવામાં આવી ત્યારે એવી 90 ફિલ્મો હતી કે જેણે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. પરંતુ સબસિડી ચૂકવવામાં આવી ન હતી, જ્યારે હવે  આ સંખ્યા વધીને 120 ફિલ્મો થઈ છે, સરકાર શ્રી દ્વારા સબસીડી ની જાહેરાત નિર્માતાઓ ને ગુજરાતી ભાષા માં ફિલ્મો બનાવવા માટે આકર્ષવા  ફિલ્મ નીતિ  હેઠળ કરવામાં આવે છે.

ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને તાત્કાલિક સબસિડી ચૂકવવા માટે  સભ્યોએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.મામલે મુખ્યમંત્રીએ રજુઆત સંદભે વહેલી તકે ઉકેલ લાવવા માટે હકારાત્મક વલણ દાખવ્યું હતું. સંબંધિત વિભાગને સબસીડી ની રકમ એક માસમાં ચૂકવી આપવા કડક સૂચના આપવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ અને ફિલ્મ નિર્માતા ભુપતભાઈ બોદર,અતુલ પટેલ,હરસુખ પટેલ, જગદીશભાઈ બારીયા, જેકી શાહ, વૈશલ શાહ,પ્રજ્ઞેશ મલ્લી હાજર રહ્યાં હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.