સોમનાથના દર્શને આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હેલિકોપ્ટર કોઈ કારણોસર ખોટવાઇ ગયું હોવાનું જાણવા મળે છે. જેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રોડ માર્ગે પોરબંદર જવા રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પરિવાર સાથે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સોમનાથદાદાનુ પૂજન અર્ચન કર્યું હતું. બાદમાં તેઓનો પોરબંદર ખાતે કાર્યક્રમ હોય ત્યાં તેઓ હેલિકોપ્ટર મારફતે જવાના હતા. જો કે સોમનાથ ખાતે જ તેઓનું હેલિકોપ્ટર ખોટવાઈ ગયું હતું. જેથી તેઓને બાય રોડ પોરબંદર જવું પડ્યું હતું.
તેઓએ આજે સોમનાથ ખાતે પૂજન અર્ચન કર્યું હતું. આ વેળાએ ભાજપ અગ્રણીઓ પણ જોડાયા હતા. તેઓની સોમનાથ મુલાકાતને લઈને સોમનાથ મંદિર પરિસરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે તેઓએ પૂજન અર્ચન પૂર્ણ કરી બાદમાં તેમના નિયત સમયે સોમનાથ છોડવા તૈયાર થયા હતા. જો કે તે દરમિયાન હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું.
જેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બાય રોડ પોરબંદર જવા રવાના થયા હતા. તેઓ પોતાની કાર અને કાફલા સાથે પોરબંદર પહોંચ્યા હતા. ત્યાં તેઓનો કાર્યક્રમ હોય હેલિકોપ્ટર મારફતે પહોંચવાનું સેડ્યુલ નક્કી થયું હતું. પરંતુ હેલિકોપ્ટરમાં કોઈ કારણોસર ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી તેઓને કાર મારફત પોરબંદર પહોંચવું પડ્યું હતું. આ કારણે તેઓનો પોરબંદરનો કાર્યક્રમ પણ મોડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.