લોકોમાં પોઝિટિવ વિચારો ખુબજ જરૂરી,
અબતક મડિયાની મુહિમને બિરદાવતા નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા
કોરોના મહામારીમાં રાજકોટ શહેર અને જીલ્લાના રહેવાસીઓએ જાગૃતતા દાખવી કોરોના સામેની જંગમાં મહદઅંશે જીત મેળવી છે.કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી હતી આવા કપરા સમયમાં અધિકારીઓ માટે લોકોના જીવ બચાવવા અને કોરોનાની આ વિકટ પરિસ્થિતિ માંથી બહાર લાવવા એક ચેલેન્જ હતી ત્યારે સર્વેની મહેનત આજે રંગ લાવી છે.છેલ્લા 10 દિવસમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલમાં ઓપીડી તેમજ આઈપીડીમાં 50% ઘટાડો થતા લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.નોડલ ઓફિસ રાહુલ ગુપ્તાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત માર્ગદર્શન આપી રહ્યા હતા.રાજકોટ શહેર અને જીલ્લાની પરિસ્થિતિ વિશે સતત માહિતી મેળવી રહ્યા હતા.કોરોનાની પહેલી લહેરમાં એક બાદ એક શહેર કોરોનાની ઝપટે ચડતું હતું આ પરિસ્થિતિમાં એક બીજા શહેરોની મદદ મળી રહેતી હતી. પરંતુ આ બીજી લહેરમાં તમામ જીલ્લાઓમાં પરિસ્થિતિ વિકટ બનતા તંત્ર એલર્ટ બન્યું હતું.તમામ અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી લોકોને ક્યાંય પણ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરી લોકોની મદદ કરતા હતા.
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જલ્દીથી બેડ મળ્યા બાદ યોગ્ય ટ્રીટમેન્ટ મળે તે માટે સતત ડોક્ટર્સ સાથે વાતચીત થતી રહી છે.સાથેજ રાજકોટ શહેર અને જીલ્લા ને પૂરતો ઓક્સિજન મળી રહ્યો છે તે માટે સરકારે પણ ઘણો સપોર્ટ કર્યો છે.બીજી લહેરના શરૂઆતના દિવસોમાં ઘઙઉ માં દર્દીઓની સંખ્યા 1000 ઉપર રહેતી જ્યારે છેલ્લા 10 દિવસમાં તે દર્દીઓની સંખ્યા ઘટીને 400 થી 500 રહે છે.ઈંઙઉ માં દર્દીઓની સંખ્યા 500 ઉપર રહેતી જે અત્યારે 250 થી 300 એ પોહચી છે. હાલમાં જે પરિસ્થિતિ સુધરી છે તે તમામ ના સહયોગને કારણે શક્ય બન્યું છે.રાજકોટ સૌરાષ્ટ્ર નું કેપિટલ હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રના દરેક શહેરોમાંથી રોજના 25 થી વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવતા હતા જેથી થોડા દિવસ ડોઝટર્સ અને નર્સિંગ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી રાત દિવસ જોયાવિના દર્દીઓ માટે બનતા પ્રયત્નો કર્યા છે.નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે લોકોમાં પોઝિટિવિટી ખુબજ જરૂરી છે .અબતક મીડિયાએ ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું અભિયાન શરૂ કર્યું તે ખૂબ સરાહનીય છે.ગુજરાતીઓની જાગૃતતાને કારણે કરોનાને ભાગવું પડશે જ.