- ચાર ડીસીપી, સાત એસીપી અને 19 પીઆઈનું નિરીક્ષણ: 12 ડીએફએમડી, 30 એચએચએમડી, 18 બાયનોક્યુલર અને 59 હેન્ડસેટ સાથે લોખંડી વ્યવસ્થા
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટ પ્રવાસે આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રીના પ્રવાસ અનુસંધાને શહેર પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સહીત 1453 જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી બંદોબસ્ત સ્કીમ હેઠળ ચાર ડીસીપી, સાત એસીપી અને 19 પીઆઈના નિરીક્ષણ અને સંકલન હેઠળ કુલ 1453 જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટ પ્રવાસે આવ્યા છે અને પાંચથી વધુ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા જઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવા અને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવના નેતૃત્વમાં શહેર પોલીસ મુખ્યમંત્રીનો લોખંડી બંદોબસ્ત જાળવનાર છે.
શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બંદોબસ્ત સ્કીમની જો વાત કરવામાં આવે તો આ બંદોબતમાં ચાર ડીસીપી, સાત એસીપી, 19 પીઆઇ, 66 પીએસઆઇ, પાંચ મહિલા પીએસઆઇ, 585 પોલીસ કર્મીઓ, 118 મહિલા પોલીસ કર્મીઓ, 285 હોમગાર્ડ અને 364 ટીઆરબીના જવાનો બંદોબસ્ત જાળવનાર છે.
ઉપરાંત 12 ડીએફએમડી, 30 એચએચએમડી, 18 બાયનોક્યુલર અને 59 હેન્ડસેટ જેવા ઉપકરણો સાથે શહેર પોલીસની ટીમ ખડેપગે રહેનાર છે.