બન્ને પરિવારો તરફથી ૨૬ લાખનો ચેક તથા ભાનુશાળી ટ્રસ્ટની મેડિકલ ટીમ દવાઓ સાથે દોડાવાઈ
ગુજરાતના બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારમાં ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટના લાડીલા પનોતાપુત્ર વિજયભાઈ ‚પાણીએ પોતાનો જન્મદિવસ પીડિતજનો વચ્ચે અનોખી રીતે દાનની સરવાણી છલકાવીને ઉજવ્યો તે ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ અંકે અંકાશે આ નિમિતે કચ્છના સેવાભાવી ચેતનભાઈ ભાનુશાળી ટ્રસ્ટની બધી એમ્બ્યુલન્સો તથા મેડિકલ ટીમ દવાઓના બે ટ્રક સાથે પુરગ્રસ્ત વિસ્તારમાં મોકલી માનવતા મહેક પ્રસરાવી હતી. રાજકોટના શેઠ બિલ્ડર્સ વાળા શેઠ પરિવાર તથા ચેતનભાઈ ભાનુશાળી પરિવાર તરફથી ૨૬ લાખની રકમના ચેક (ચેક અર્પણ કાર્યક્રમ)માં મુખ્યમંત્રી રાહતફંડની અંદર આપવામાં આવેલ હતા. ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી કે જેમણે ખરા અર્થમાં કોમનમેન તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને પુરગ્રસ્ત બનાસકાંઠાના લોકોના દુ:ખમાં સહભાગી થઈને તેવું સાર્થક કરી બતાવ્યું છે અને તેમનો જન્મદિવસ પણ લોકોની વચ્ચે રહી સેવાયજ્ઞ કરીને મનાવ્યો હતો. આ તકે જૈન અગ્રણીઓ ચંદ્રકાંતભાઈ શેઠ, સાગર મુકેશભાઈ શેઠ, મયુરભાઈ શાહ, અતુલભાઈ જૈન, ચેતનભાઈ ભાનુશાળી, રાજુભાઈ શાહ (કેસ્ટ્રોલ) વગેરે ધાનેરા ખાતે મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં શેઠ અને ભાનુશાળી પરિવારે ૨૬ લાખના ચેક સાથે નવકાર મંત્રનો મોમેન્ટો અને રક્ષાપોટલી બાંધી આ સેવાયજ્ઞમાં સહભાગી થયા હતા. રાજુભાઈ શાહ તથા અતુલભાઈ જૈન પણ અનોખી સેવા બજાવી મયુરભાઈ શાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયેલ હતા અને સેવાકીય પ્રવૃતિની અનુમોદના કરેલ હતી