ગુજરાતના અન્ય શહેરો કરતાં સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું મહત્વ ઘણુ વધારે છે. ત્યારે શહેરનાં રેસકોર્સ મેદાનમાં આજે સાંજે 5 વાગ્યે સીએમ વિજય રૂપાણી લોકમેળાને ખુલ્લો મુકાશે. આ લોકમેળાને મલ્હાર નામ આપવામાં આવ્યું છે. 5 દિવસનાં આ લોકમેળામાં 15 લાખ જેટલા લોકો આવે તેવી શક્યતા છે. લોકમેળો ખુલ્લો મુકાયા બાદ એક કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઇ આ પ્રથમ વખત મેળાનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે.
આજે શીતળા સાતમ અને આવતીકાલે ગોકળ આઠમને લઈને સૌરાષ્ટ્રભરમાં લોકમેળાની શરૂઆત થઈ છે. ત્યારે આજે રાજકોટમાં સીએમ વિજય રૂપાણી લોકમેળાનુ લોકાર્પણ કરવાના છે. રેસકોર્સ ખાતે મલ્હાર ચોકમાં આજથી પાંચ દિવસ માટે લોકમેળાની શરૂઆત થવા જઈ રહી છે.
પાંચ દિવસમાં 15 લાખ લોકો મલ્હાર મેળાની મુલાકાતે આવતા હોય છે. રેસકોર્સ મેદાન ખાતે આયોજિત લોકમેળામાં ચાર આકર્ષક એન્ટ્રીગ ટે છે. મેળામાં ગગનચુંબી રાઈડસ, ટોરાટોરા, મોતના કુવા,જાદુગરના ખેલ આકર્ષણનું કેન્દ્ર છે. રાઈડની દુર્ઘટના ન બને તે માટે જિલ્લા કલેક્ટર ખાસ ટીમ બનાવી છે.