મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ગુજરાત ડેલીગેશન સાથે ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ અવસરે ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવા લખનૌ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એ પોતાના નિવાસ સ્થાને ગુજરાત ના મુખ્યમંત્રી અને ડેલીગેશનના સત્કારમાં સાંધ્ય ભોજન નું આયોજન કર્યું હતું.

43952537 2462709683754212 7020250523508932608 nમુખ્યમંત્રી સાથે રાજ્ય મંત્રી રમણ ભાઈ પાટકર, સંસદ સભ્ય દેવુસિંહજી, ધારાસભ્યો સર્વશ્રી વલ્લભ ભાઈ કાકડીયા, કેતન ઇનામદાર, વીરેન્દ્ર સિંહ જાડેજા તેમજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તેમજ વરિષ્ઠ સચિવો આ ડેલીગેશન માં જોડાયા હતા.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ લખનૌ માં ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી સાથે આજે મુલાકાત કરીને તેમને આગામી 31 ઓક્ટોબરે સરદાર સાહેબ ની વિશ્વ ની વિરાત્તમ પ્રતિમા ના લોકાર્પણ માં ઉપસ્થિત રહેવા વિધિવત આમંત્રણ પાઠવ્યું હતું.

0F73B849 50E6 42DC A6DA F57F61A49F84વિજયભાઈ એ યોગી આદિત્યનાથજી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની તસ્વીર કોફી ટેબલ બુક તેમજ ભારત ના પ્રથમ મંત્રી મંડળ ની સમૂહ તસ્વીર ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા સરકારે કરી છે. રોજ ના 15 હજાર થી વધુ પ્રવાસીઓ આ સ્થળ ની મુલાકાત લેશે તેમના માટે એક અને અખંડ ભારત ની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્ય ના ભવન એક ભારત શ્રેષ્ઠ ભારત તહેત બનશે.. તેમણે યુ.પી સરકાર સહિત અન્ય રાજ્યો ને આવા ભવન નિર્માણ માટે ગુજરાત સરકાર ના સહયોગ ની ખાતરી આપી હતી.

વિજયભાઈ એ ઉમેર્યુકે સરદાર સાહેબ ની વિરાટ પ્રતિભા ને વિરાટ તમ પ્રતિમા થી વિશ્વ સમક્ષ ઉજાગર કરવા અહીં લાઈટ એન્ડ લેસર શો સહિત ની અદ્યતન સુવિધાઓ વિક્સાવશે.

44057773 2462709557087558 4976220920998789120 nયુ.પી ના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી એ સરદાર સાહેબ ની આ પ્રતિમા ના આધાર પર અયોધ્યામાં ભગવાન રામચંદ્રજી ની પ્રતિમા નિર્માણ માટેની સંભાવના ઓ ચકાસવા અને ટેક્નિકલ સહયોગ માટે એક પ્રતિનિધિ મંડળ ગુજરાત મોકલવા કરેલ સુચન ને વિજયભાઈ રૂપાણી એ આવકાર્યું હતું.

વિજય ભાઈ એ કહ્યું કે આ પ્રતિમા લોકાર્પણ બાદ દરેક રાજ્યો ના નાગરિકો એકતા અખંડિતતાનું આ સ્મારક જોવા આવે તેવું વ્યાપક આયોજન પણ સરકાર કરી રહી છે. આગામી દિવસો માં રાજ્યો ના પોલીસ વડાઓ ની પરિષદ તેમજ રાજ્યો ની વિધાન સભા ના અધ્યક્ષો ની કોન્ફરન્સ પણ યોજાવાની છે.

44082447 2462709420420905 6707644374001385472 nમુખ્યમંત્રી એ આ બેઠક દરમ્યાન ગુજરાત ના ગિફ્ટ સીટી માં હવે ગ્લોબલ ફાયનાન્સિયલ એક્ટીવીટી શરૂ થવાથી વિશ્વ વેપાર કેન્દ્ર ગુજરાત બન્યું છે તેની તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમ્મિટ ની સફળતા ને પગલે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટંમેન્ટ બન્યું છે તેની પણ વિશદ ચર્ચા કરી હતી. આ વેળા એ યુ.પી સરકાર ના આલા અફસરો પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.