સુરેન્દ્રનગરમાં આન, બાન અને શાન સાથે થઈ રહેલી ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણીમાં વઢવાણ ખાતે જિલ્લા તંત્ર દ્વારા આયોજિત વિશાળ યુવા સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. રાજય સરકારે ગુજરાતના યુવાધનને વિશેષ તકો, પ્રોત્સાહન આપવાની પ્રણાલી વિકસાવીને તેને અગ્રિમતા આપી છે.
ગુજરાતનો યુવાન ગ્લોબલ યુથ બને, વિશ્વનાં શ્રેષ્ઠ જ્ઞાન – કૌશલ્યનો એને લાભ મળે તે માટે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રકચર – રિચર્સ ફેસિલિટી, ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટની તક યુવાશકિતને ઘર આંગણે મળે તેવી પહેલ આપણે કરી છે અને એટલા માટે જ શ્રેષ્ઠ ભારતનાં નિમાર્ણ માટે આપણા ગુજરાતની યુવાશકિતનો થનગનાટ ઉંડીને આંખે વળગે તેવો છે.