મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે ૬૩મો જન્મ દિવસ છે. માદરે વતન એવા રાજકોટમાં તેઓના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ‘અબકત’ મીડિયા સાથે પારિવારીક ધરોબો ધરાવે છે. જ્યારે તેઓનો પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા ત્યારે અવાર-નવાર ‘અબતક’ના આંગણે પધારતા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત તેઓ જ્યારે ‘અબતક’ના મોઘેરા મહેમાન બન્યા ત્યારે ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતીષભાઈ મહેતાએ તેઓને અનેક સુચનો કર્યા હતા. જેનો તેઓએ સહર્સ સ્વીકાર કર્યો હતો અને રાજ્ય સરકારના વહીવટી વડા તરીકે આ સુચનોને તુર્ત જ અમલમાં મુકયા હતા. તેના સારા પરિણામો પણ સરકારને પ્રાપ્ત થયા છે. લોકસભા ૨૦૧૪ની ચૂંટણી પહેલા ‘અબતક’ના બહુ લોકપ્રિય બનેલા કાર્યક્રમ ચાય-પે ચર્ચામાં પણ વિજયભાઈ રૂપાણી હોંશભેર જોડાયા હતા અને તેઓએ દેશની વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ અંગે મુકતમને ચર્ચા કરી હતી. પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા બાદ તેઓએ ખુબજ ટૂંકાગાળામાં પારિવારીક સંબંધોના નાતે ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને ખાસ્સો એવો સમય પસાર કર્યો હતો. સ્ટાફ પરિવાર સાથે પણ હોંશભેર ફોટા પડાવ્યા હતા જે આજે પણ ‘અબતક’ માટે એક યાદગાર સંભારણુ છે. વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ વિજયભાઈ ‘અબતક’ના આંગણે પધાર્યા હતા. ત્યારે તેઓને પરિવાર દ્વારા વિજયભવ:ની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેઓ પર ગુલાબના પુષ્પોથી વર્ષા કરવામાં આવી હતી. આ શુભેચ્છા ખરા અર્થમાં સવાઈ ર્સાક થઈ હોય તેમ રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજયભાઈ અત્યાર સુધીની સૌથી તોતીંગ અને રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બન્યા હતા.
‘અબતક’ના નવા સાહસ આઈ એમ ન્યુ ગુજરાતી પણ લોન્ચીંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ‘અબતક’ આયોજીત નવરાત્રી મહોત્સવમાં પણ મુખ્યમંત્રીએ ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે હાજરી આપી હતી. ‘અબતક’ પરિવાર સોનો પારિવારીક ધરોબો અને ગાઢ સંબંધી વિજયભાઈએ મુખ્યમંત્રી બન્યા બાદ પણ જીવંત રાખ્યો છે. આટલું જ નહીં આ સંબંધને વધુ ગાઢ કર્યો છે. આજે જ્યારે તેઓના ૬૩માં જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ‘અબતક’ પરિવાર તેઓને અઢળક શુભકામના પાઠવે છે. ભગવાન તેઓને તંદુરસ્તી સાથે લાંબુ આયુષ્ય આપે તેવી પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. ગુજરાતના સાડા છ કરોડની જનતાની સેવા કરવા માટે તેઓને શક્તિ પ્રદાન કરે તેવી પણ પ્રાર્થના કરાઈ છે.