રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીભુપેન્દ્રભાઈ પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી કલેકટર્સ- ડીડીઓ સાથે સંવાદ કર્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા તાલુકા અને જિલ્લા કક્ષાએ વધુ સુદ્રઢ કરવા તથા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશનની માફક કામ કરવા અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાનેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી બંને મહાનુભાવોએ કલેકટર્સ- ડીડીઓ સાથે સંવાદ કર્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કૃષિમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય તે માટે સતત ચિંતિત છે. પ્રાકૃતિક ખેતી પરિણામદાયી ત્યારે જ કહેવાશે જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે ઓછો કરી શકીશું. રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી ભારતની ભૂમિ વેરાન થઈ ગઈ છે, હવા અને પાણી પ્રદૂષિત થયા છે, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉકેલ છે. આપણે પ્રાકૃતિક ખેતીને મિશન બનાવીને દેશમાં મોટી ક્રાંતિ કરી શકીશું અને તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાનું માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર હિન્દુસ્તાન બનાવી શકીશું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ક્લસ્ટર્સ આધારિત તાલીમ અભિયાનથી દર મહિને સરેરાશ 3 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ રાજ્ય સરકાર વિનામૂલ્યે આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવનારી પેઢીના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા પ્રતિબદ્ધ છે ત્યારે તમામ કલેકટર્સ અને ડીડીઓ આ ઈશ્વરીયકાર્યમાં પ્રમાણિકતાપૂર્વક સક્રિયતાથી જોડાશે તો આપણી આવનારી પેઢીને, લોકોના સ્વાસ્થ્યને, ધરતી માતાને, ગાય માતાને અને પર્યાવરણને બચાવી શકીશું. ખેડૂતોની આવક બમણી કરી શકીશું. ભારતની ભૂમિને સશ્ય શ્યામલામ્ બનાવી શકીશું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રાકૃતિક ખેતીના સમગ્ર અભિયાનને મિશન મોડમાં ઉપાડવા આહવાન કર્યું હતું.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકોનું અને જમીનનું બેયનું સ્વાસ્થ્ય સુધરે, જીવન નિરોગી અને સુખમય બને તે માટેનો આ પ્રાકૃતિક ખેતીનો માર્ગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણને ચીંધ્યો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈએ રાસાયણિક ખાતરોના ઉપયોગથી જે સમસ્યાઓ આવી રહી છે તેના નિવારણનું વિઝન પ્રાકૃતિક ખેતીની મુહિમથી આપ્યું છે.ગુજરાત સરકાર આ મુહિમમાં સક્રિયતાથી જોડાઈને સારાં પરિણામો આપતી આવી છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું માર્ગદર્શન આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બન્યું છે તેમ પણ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી અંગેના માર્ગદર્શનથી આ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રહે તે જ આપણો સહિયારો સંકલ્પ છે તેમ પણ ઉમેર્યું હતું.

સીએમ ડેશબોર્ડના માધ્યમથી આયોજિત વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ  રાજકુમાર અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના આરંભે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ  એ. કે. રાકેશે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે ગુજરાતમાં અત્યારે જિલ્લા કક્ષાએ 39 કેન્દ્ર, બ્લોક કક્ષાએ 67 અને ક્લસ્ટર કક્ષાએ 231 વેચાણ કેન્દ્રો કાર્યરત છે. આ વ્યવસ્થા વધુ સુદ્રઢ અને કાયમી થાય એવા પ્રયત્નો કરીએ. અંતમાં આત્માના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશભાઈ પટેલે સૌનો આભાર માન્યો હતો.

દર અઠવાડિયે રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક બજારનું આયોજન કરો: રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ દર અઠવાડિયે રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક બજાર ભરાય એ સુનિશ્ચિત કરીએ. 10-10 ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને તાલીમ આપી રહેલા કૃષિ વિભાગના કર્મચારી અને ખેડૂત જ પ્રાકૃતિક ખેત પેદાશોને પ્રમાણિત કરશે અને પ્રાકૃતિક ખેત પેદાશો જ પ્રાકૃતિક બજારમાં વેચાય તેની ખાતરી કરશે. તેમણે પ્રત્યેક તાલુકામાં પ્રાકૃતિક ખેતીના આદર્શ ફાર્મ બને એવા પ્રયત્નો કરવા અને મોડેલ ફાર્મ દ્વારા ખેડૂતોને પ્રેરણા આપવા પણ અનુરોધ કર્યો હતો. જો પ્રમાણિકતાપૂર્વક આ દિશામાં આપણે આ ગતિથી કામ કરીશું તો આગામી બે વર્ષમાં આપણે આપણા ગુજરાતને સો એ સો ટકા ઝેરમુકત ગુજરાત બનાવી શકીશું.

પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડો: મુખ્યમંત્રી

પ્રાકૃતિક ખેતીની મુહિમમાં પોણા આઠ લાખથી વધુ ખેડૂતો જોડાયા છે ત્યારે જિલ્લાના વહીવટી વડા તરીકે કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેને વધુ પરિણામકારી અને વ્યાપક બનાવે તે પણ એટલું જ આવશ્યક છે એવો સ્પષ્ટ નિર્દેશ ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો. મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, તેમના સેવાકાળ દરમિયાન જનસેવા અને લોકહિતના સારા કામોની જે તક મળી છે તેમાં પ્રાકૃતિક ખેતીને પ્રાયોરિટી આપવી જોઈએ. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પોતાના જિલ્લામાં ખેડૂતોની, ગામોની મુલાકાત દરમિયાન તેમના તરફથી પ્રાકૃતિક ખેતી સંદર્ભમાં આવતા પ્રશ્નો કે રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડીને તેનું સમાધાન લાવી શકાશે.

4 લાખથી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રૂ.1800 કરોડથી વધુની સહાય

15,666 ક્ધયાઓને ડોક્ટર બનવા માટે ગુજરાત સરકારે આપી રૂ.453 કરોડથી વધુની આર્થિક સહાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આજે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ઉપરાંત, સંશોધન અને સર્જનાત્મકતા તેમજ વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ પર પણ ભાર મૂકવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જરૂરી આર્થિક સહાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના  ,  મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના  અને સ્કિમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલિટી રિસર્ચ   યોજનાઓ જેવી વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી ના નેતૃત્વ હેઠળ આ યોજનાઓના નક્કર અમલીકરણને કારણે આજે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને પોતાના સપનાંઓ સાકાર કરી રહ્યા છે.

રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં છે, જે હેઠળ રૂ.6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનોને આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ટ્યુશન ફીના 50% અથવા મહત્તમ મર્યાદા, એ પૈકી જે ઓછું હોય તે આર્થિક સહાય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23માં 70,000ના લક્ષ્યાંક સામે 70,085 વિદ્યાર્થીઓને રૂ.373 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. આમ, 100.12% સાથે આ વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 72,500 વિદ્યાર્થીઓને રૂ.375 કરોડની સહાય ચૂકવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં 22, 813 વિદ્યાર્થીઓને રૂ.144.60 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ થયાથી અત્યારસુધીમાં કુલ 4,21,341 વિદ્યાર્થીઓને રૂ.1884.88 કરોડની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

મેડિકલ ક્ષેત્રે   અભ્યાસ કરતી ક્ધયાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ, રૂ.6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ કે જેઓ   ના આધારે  ં પ્રવેશ મેળવે છે, તેમને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત,  અભ્યાસ કરતી ક્ધયાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલ 50% ટ્યુશન ફી સહાય ઉપરાંત, બાકી રહેલ 50% ટ્યુશન ફી માટે સહાય રૂ.6 લાખની મર્યાદામાં આપવામાં આવે છે.

મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના અંતર્ગત, નાણાકીય વર્ષ 2022-23ના 3750 વિદ્યાર્થિનીઓને રૂ.130 કરોડની સહાયના લક્ષ્યાંકની સામે, 3850 વિદ્યાર્થિનીઓને રૂ.135 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આમ, 102.66% સાથે આ યોજનાનો વર્ષ 2022-23નો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 4000 વિદ્યાર્થિનીઓને રૂ.140 કરોડની સહાયનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ 2393 વિદ્યાર્થિનીઓને રૂ.81.49 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે.  કુલ 15,666 ક્ધયાઓને રૂ.453.87 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

નાણાકીય વર્ષ 2022-23 માં 1921 વિદ્યાર્થીઓને રિસર્ચ માટે રૂ.22 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 2000 વિદ્યાર્થીઓને રૂ.40 કરોડની સહાય ચૂકવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનાઓમાં જ 1921 વિદ્યાર્થીઓને રૂ.9.40 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આજ દિન સુધીમાં આ યોજના હેઠળ કુલ 2676 વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરીય રિસર્ચ માટે રૂ.66.78 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.