ગુજરાત માટે જાહેર કરાયેલ ૧૪૦૦૦ કરોડના આર્થિક પેકેજમાં સૌથી વધુ ઉઘોગ વેપારની ખેવના કરાઇ: ભલે આ પેકેજની તુરંત અસર ન દેખાય પરંતુ લાંબા ગાળે અનય રાજયોની સરખામણીએ ગુજરાતના ઉઘોગો હરણફાળ ભરશે.
કોઇપણ રાજયમાં જઇને તમે પૂછો કે ગુજરાતના લોકોના લોહીમાં શું વશે છે? આ પ્રશ્ર્નનો એકમાત્ર જવાબ જ મળશે કે ત્યાંના લોકોને વેપારમાં કોઇ ન પહોંચે ! ગુજરાતની દેશવ્યાપી જ નહીં બલ્કે વૈશ્ર્વિક સ્તરે ઓળખ ઉભી કરવામાં અહીંના ઔઘોગિક એકમોનો સિંહફાળો રહ્યો છે. જો કે અચાનક જ આવી ચડેલા કોરોના વાયરસે ગુજરાતની ધોરીનસ ગણાતાં આ ઉઘોગ ક્ષેત્રને તહેસ-નહેસ કરી નાખ્યો હતો. લોકોના મનમાં એક જ ચિંતા હતી કે ત્રણ-ત્રણ મહિના સુધી ઠપ્પ થઇ ગયેલા ઉઘોગોને હવે બેઠા કેવી રીતે કરશું? જો કે લોકોએ જેટલી ચિંતા હતી એટલી જ ચિંતા અને ખેવના ગુજરાતના પાટીદાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ હોવાથી તેમણે આ ક્ષેત્રને ફરીથી બેઠો કરવા માટે ૨૬૪૯ કરોડની ફાળવણી કરી દઇ ઔઘોગિક ક્ષેત્રને પ્રોત્સાહન નહી બલ્કે બુસ્ટર આપી દીધું હોવાનું રાજકોટ જીલ્લા ભાજપ ઉઘોગ સેલના ક્ધવીનર દીપક મદલાણીએ જણાવ્યું હતું.
દીપક મદલાણીએ જણાવ્યું કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા ૧૪૦૦૦ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ પેકેજ ગુજરાતના દરેક વ્યકિત સુધી પહોંચે તેનું ઝીણવટભર્યુ ઘ્યાન તો આપવામાં આવ્યું જ હતુ સાથો સાથ ઉઘોગો પર વધુ ઘ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું હતું.
ઉઘોગો માટે સરકારે જે જે જોગવાઇઓ કરી છે તેમાં ઉઘોગોને કેપિટલ અને વ્યાજ સબસીડીનું રૂ. ૭૬૮ કરોડનું ચૂકવણું, ટેકસટાઇલ ઉઘોગને કેપિટલ અને વ્યાજ સબસીડીનું રૂ. ૪૫૦ નું ચૂકવણું મેગા ઇન્ડસ્ટ્રીઝને કેપિટલ તેમજ વ્યાજ સબસીડીનું ૧૫૦ કરોડનું ચૂકવણું, રાજયના ઉઘોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં સબસીડીનું રૂ. ૧૯૦ કરોડનું ચુકવણું, સોલર રૂફ ટોપ યોજના પાછળ રૂ. ૧૯૦ કરોડ ઉપરાંત ગુજરાત એગ્રો-ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના માઘ્યમથી એગ્રો-ફૂડ પ્રોસેસિંગ એકમોને કેપિટલ તેમજ વ્યાજ સબસીડી પેટે રૂ. ૯૦ કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. મોટાભાગના ઉઘોગો ત્રણ મહિના સુધી બંધ પડી ગયા હોવાથી વ્યાજનું ચૂકવણું કેવી રીતે કરશું તેની ચિંતા સતાવી રહી છે જેને સરકાર દ્વારા એક ઝાટકે દૂર કરી દેવામાં આવી છે આ ઉ૫રાંત સબસીડીનું બુસ્ટર ફીટ કરી દઇ ફરીથી તેમને ધમધમતાં કરવાનો ઉમદા નિર્ણય સરકારે લીધો છે.