સાણંદ ખાતે વુમન ઈન્ડસ્ટ્રીયલ પાર્કનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતનું નારીશકિતને વિકાસના અભિયાનમાં જોડવાનું મહત્વનું પગલું છે. આવનારા દિવસોમાં મહિલાઓને વધુને વધુ સશકત કરવાનું મહત્વનું કદમ છે. મહિલાઓ દરેક ક્ષેત્રે નિજમાં સમાયેલી કળા અને કૌશલ્યના સાયુજય અને ઉપયોગ થકી સ્વાવલંબી બની રોજગાર ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરી રાજય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન નોંધાવતી રહે એવી શુભકામનાઓ મુખ્યમંત્રી ‚પાણીએ પાઠવી હતી.