કાલે કેન્દ્ર અને ગુજરાતના મહાનુભાવો, રાજદ્વારીઓ તથા ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી કર્ટેન રેઇઝર કાર્યક્રમ યોજાશે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી આગામી જાન્યુઆરીમાં યોજાનાર છે એના પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી તથા મુંબઇ ખાતે કર્ટેન રેઇઝર કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે રાત્રે નવી દિલ્હીના બે દિવસના પ્રવાસે જશે. શુક્રવારે કેન્દ્ર અને ગુજરાતના મહાનુભાવો, રાજદ્વારીઓ તથા ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી કર્ટેન રેઇઝર કાર્યક્રમ યોજનાર છે. આ ઉપરાંત કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં કેન્દ્ર અને ગુજરાતના મહાનુંભાવો, રાજદ્વારીઓ તથા ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ કાર્યક્રમ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ કર્ટેન રેઈઝર ઈન્ટરેક્ટિવ સેશન અને ત્યારબાદ મિશનના વડાં સાથે ઈન્ટરેક્શન થશે. આ દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિત અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે. વાઇબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ શરૂ થયેલી સમિટ દેશના અન્ય રાજ્યો તથા વિશ્વ માટે પથદર્શક બની છે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આઇડિયા, ઇમેજીનેશન અને ઇમ્પ્લિમેન્ટેશનના મૂળ તત્ત્વો આધારિત એક સંસ્થા બની ગઇ છે ત્યારે સમિટની 10મી આવૃત્તિ ગુજરાતની ‘મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ થી ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ સુધીની સફર માટે એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જે ‘ન્યૂ ઇન્ડિયા’ના વિઝનને આકાર આપશે. નવી દિલ્હી ખાતે 6 ઓક્ટોબરે યોજાનાર કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે.સમગ્ર કાર્યક્રમ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ કર્ટેન રેઇઝર ઇન્ટરેક્ટિવ સેશન અને ત્યારબાદ મિશનના વડાં સાથે ઇન્ટરેક્શન થશે. આ સત્રમાં વેલસ્પનના ચેરમેન બી. કે. ગોએન્કા દ્વારા સ્વાગત પ્રવચન અપાશે,
ત્યારબાદ ઓડિયો-વીડિયો ફિલ્મનું સ્ક્રીનિંગ બતાવાશે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગેનું પ્રેઝન્ટેશન આપશે. કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સેક્રેટરી રાજેશકુમાર સિંઘ દ્વારા સંબોધન પણ કરાશે. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં તેમના અનુભવો અંગે વાત કરશે. આ સાથે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં સંબોધન કરશે. સાંજે ‘ઈન્ટરેક્શન વિથ હેડ ઓફ મિશન’ એટલે કે મિશનના વડાં સાથે વાર્તાલાપ યોજાશે, જેમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધશે.