કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી, ધારાસભ્યો અને સરકારી હોસ્પિટલના અધિકારી-ડોક્ટરો સાથે બેઠક યોજી હતી.
સુરત ખાતે ડોક્ટરો સાથે બેઠક યોજી કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતોની સર્વગ્રાહી તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.
આ સાથે જ સુરત ખાતે મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો પગલાંઓ અને સારવાર સુવિધાઓની માહિતી અંગે સમીક્ષા કરી હતી.
જેમાં કોરોનોના વધતા કેસનો કાબૂમાં લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંગે CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાને લઈને ચાલતી કામગીરી કેવી રીતે સરળ કરી શકાય તે અંગે સુચનો કર્યા છે. આ સાથે વધુ 200 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે, જે આજે અથવા કાલે સુરત પહોંચી જશે.