સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી બચવા માટે રસીકરણ અભિયાનને ખુબ વેગ આપવામાં આવ્યો છે. ફક્ત રસી લેવાથી કોરોનાનો વિનાશ નહીં થાય. તેના માટે સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે. પ્રજાના હિતને લઈને રાજ્યમાં માસ્ક ના પહેરવા પર 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જયારે તે દંડને લઈ મુખ્યમંત્રી રૂપાણી એ હાઈકોર્ટમાં રજુઆત કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમમાં ઘટાડો કરવા માંગે છે. તે માટે મુખ્યમંત્રી રૂપાણીએ માસ્ક ના પહેરવાના દંડના રૂપિયાના લઈ હાઈકોર્ટમાં રજુઆત કરશે. જેના દંડની રકમ 1,000 થી ઘટાડીને 500 રૂપિયા કરવાની અપીલ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહીં પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે. હવે જોવાનું એ છે કે હાઈકોર્ટ ગુજરાત સરકારની આ અરજી મંજુર કરશે કે દંડની રકમ છે એટલી જ રાખશે.