ધર્મેશ મહેતા, મહુવા: ‘તાઉતે’ વાવાઝોડાએ જે તબાહી મચાવી હતી, તેની પ્રત્યક્ષ સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં ગીર સોમનથ , ભાવનગર વગેરે જિલ્લાના ગામડાઓમાં જઇ ખુદ નુકશાન પામેલા લોકો સાથે વાત કરી હતી.
CM વિજય રૂપાણી મહુવાની મુલાકાતે આવ્યા હતા. તેમાં પઢીયારકા ગામની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત ગ્રામજનો સાથે તૌકતે વાવાઝોડાથી જે નુકસાન થયું છે, તેની વાતચીત કરી હતી. વાતચીત દર્મિયાર CM દ્વારા તે લોકોને આશ્વાશન આપવામાં આવ્યું હતું અને બાહેંધરી આપી કે જે લોકોનું નુકશાન થયું છે, તેને વળતર આપવામાં આવશે. CM દ્વારા જાણવામાં આવ્યું હતું કે, ‘મહુવા શહેરમાં આજરાત સુધીમાં વીજળી પહોંચી જશે.’
CM આ સાથે મહુવા શહેરના બારપરા, જનતા પ્લોટ વિસ્તારની પણ મુલાકાત કરી હતી. તૌકતે વાવાઝોડાથી નુકસાન થયું તેવા પરીવાર સાથે વાતચીત કરી હતી. જે સમસ્યા છે, તેનું નિવારણ કરવાની બાંહેધરી આપવામાં આવી. આ સાથે નુકશાનગ્રસ્ત વિસ્તારમાં ઘરવખરી માટે કુટુંબદીઠ લોકોને 7000 રુપિયા આપવામાં આવશે.
મહુવા સાથે CM વિજય રૂપાણી દ્રારા અલગ-અલગ વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. લોકોને સમસ્યા છે તેનું નિવારણ કરવામાં આવશે. જ્યાં લોકોને પીવા માટે પાણીની મુશ્કેલીઓ ઉભી થઈ છે તો ત્યાં લોકોને પીવાના પાણી માટે કામગીરી શરૂ કરવામાં આવી. આ સાથે જે લોકોને તૌકતે વાવાઝોડાથી નુકસાન થયું છે, તે સર્વેની કામગીરી ચાલુ છે, અને ખાસ કરીને બાગાયતી ખેતીમાં નારિયેળી, લીંબુના જાડ, તેમજ મકાનો પડિયા છે તેના સર્વેની કામગીરી ચાલુ છે.