સીએમ રૂપાણીએ રાજ્યના લોકો માટે 14 હજાર કરોડનો પટારો ખોલ્યો અને રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજમાં કરવામા આવેલી વાત અનુસાર નાની દુકાનો, પ્રોવિઝન, સ્ટોર, મોબાઈલ, મેડિકલ… વગેરેમાં 3 મહિના માટે વીજદર 15 ટકા લેવામાં આવશે. 30 લાખ દુકાનદારો કારીગરોને પણ લાભ મળવાનો છે. આ રીતે 80 કરોડનો લાભ મળશે.
100 યુનિટ સાથે વીજબીલ માફ કરી દેવામાં આવશે. 200 યુનિટનો વપરાશ કરનારને 100 યુનિટનો લાભ મળશે. તેમજ વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં પણ 20 ટકાની માફી મળી છે. આ પેકેજ અનુસાર 92 લાખ ગ્રાહકોને ફાયદો થશે.
એ સિવાય ટ્રાન્સપોટેશનમાં રાહત આપતા રૂપાણીએ વાત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા લક્ઝરી, કોન્ટ્રાક્ટબેઝ બસો વગેરે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો ટેક્સ માફ કરવાં આવશે. 230 કરોડનો રોડટેક્સ માફ કર્યો.
460 કરોડ રૂપિયા બાકી લેણાં પેનલ્ટી વ્યાજ વગેરેમાં માફી મળશે. 92 લાખ વિજધારકો માટે 100 યુનિટ સુધીનું વીજબિલ માફ કરી દીધું છે.
‘આત્મનિર્ભર ગુજરાત’ રાહત પેકેજની જાહેરાત
- 100 યુનિટ વીજબિલ માફ કરવામાં આવશે
- 92 લાખ વીજ ગ્રાહકોને રૂ.650 કરોડની રાહત
- વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી
- નાના વેપારીઓને વીજબિલમાં 5 ટકા રાહત
- ઓગસ્ટ મહિના સુધી વીજકર 15 ટકા જ લેવાશે
- રીક્ષા, જીપ, ટેક્સીનો 6 મહિના સુધીનો રોડ ટેક્સ માફ
- 63000 વાહનનો 6 મહિનાનો રોડ ટેક્સ સંપૂર્ણ માફ
- ઉદ્યોગો માટે રૂ.768 કરોડની રાહત
- ટેક્સટાઈલ ઉદ્યોગોને રૂ.450 કરોડની કેપિટલ સબસિડી
- મેગા ઈન્ડસ્ટ્રીઝને રૂ.150 કરોડની કેપિટલ સબસિડી
- 1200 કરોડનું GST રિફંડ જુલાઈ સુધીમાં ચૂકવાશે
- GIDC માટે રૂ.450 કરોડ ફાળવાયા
- એફોર્ડેબલ હાઉસિંગમાં રૂ.1000 કરોડની સબસિડી
- 24 લાખ ખેડૂતોને શૂન્ય ટકા દરે કૃષિધિરાણ
- રૂ.410 કરોડ સબસિડી રાજ્ય સરકાર ચૂકવશે
- પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયદીઠ રૂ.900
- માછીમારોને સાધન ખરીદી માટે રૂ.200 કરોડ સબસિડી
- 4 ટકાના દરે રૂ.2.50 લાખ સુધીની લોન અપાશે
- ઈન્ટરેસ્ટ સબસિડી માટે રૂ.300 કરોડ ફાળવાશે
- 2 ટકાના દરે 1 લાખ સુધીની લોન અપાશે
- મહિલા સખી મંડળોને શૂન્ય ટકા દરે લોન
- માનવ ગરીમા કલ્યાણ યોજનામાં 32000 લાભાર્થી
- 25 કરોડ માનવ ગરીમા કલ્યાણ યોજના હેઠળ
- આદિવાસી શ્રમિકને મકાન બનાવવા રૂ.35000ની સબસિડી
- મકાન બાંધકામ માટે રૂ.350 કરોડની ફાળવણી
- 20 નવા ધન્વંતરિ રથ, રૂ.25 કરોડની ફાળવણી
- CM રાહત ફંડમાંથી 8 મનપાને 100 કરોડની ફાળવણી
- કોવિડ – 19ના સંદર્ભે રૂ.100 કરોડની ફાળવણી
- ST વિભાગને રૂ.120 કરોડની ફાળવણી