મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં ‘તાઉતે’ વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાતનો ઉપક્રમ શરુ કર્યો છે.

CM Rupani
ગઈકાલે અમરેલીના જાફરાબાદ,રાજુલા અને ગીર સોમનાથના ઉના તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત મુખ્ય મંત્રીએ લીધી હતી. મુખ્યમંત્રી આ અન્વયે આજે ભાવનગરના મહુવા તાલુકાના પધિયારકા ગામે પહોંચ્યા છે અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના મકાનો માલમિલકત વગેરેના નુકસાનની વિગતો મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મુલાકાત બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે મહુવામાં બેઠક યોજી સ્થિતિનું વિગત વાર આકલન પણ કરશે.


મુખ્યમંત્રી સાથે આ અસરગ્રસ્ત ગામની મુલાકાતમાં રાજ્ય મંત્રી વીભાવરી દવે, ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.