ગુજરાત સહિત દેશભરમાં 75માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિનની ઉજવણી જૂનાગઢના પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે. જ્યાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહત્વની જાહેરાતો કરી છે. જેમાં મુખ્યત્વે વતન પ્રેમ યોજના અને ગેસ કનેક્શન તેમજ પોલીસ માટે અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ જારી કરવામાં આવેલા 15 ડ્રોન કેમેરા છે.

ગુજરાત પોલીસ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબુત બનાવવા સજ્જ થઇ છે. આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લો અને ઓર્ડરની સ્થિતિ વધુ મજબૂત અને સુદ્રઢ કરવા માટે ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા આપ્યા છે. આમ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.

સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સોમનાથમાં બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોના લાઈવ દ્રશ્યોનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સાથે ડ્રોન કેમેરા સિસ્ટમનું પણ નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું. મુખ્યમંત્રી એ વધુમાં કહ્યું હતું કે ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. આ સાથે મુખ્યમંત્રીએ વતન પ્રેમ યોજનાની મહત્વની જાહેરાત  કરી છે.

શું છે આ વતન પ્રેમ યોજના..??

મુખ્યમંત્રી રૂપાણીએ વતન પ્રેમ યોજના લોન્ચ કરી છે. જે હેઠળ લોકો પોતાનું વતન પસંદ કરીને ધંધો રોજગારી કરી શકશે. વિભિન્ન ક્ષેત્રે લોકોને રોકાણ માટે રાજ્ય સરકાર સહાય કરશે. રૂપાણી સરકાર આ મટે 40% રૂપિયા આપશે જ્યારે 60% રૂપિયાનું રોકાણ જે-તે ધંધાર્થીએ કરવાનું રહેશે.

ગરીબોને 5 લાખ ગેસ કનેક્શન

જૂનાગઢથી જનતાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન. આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે “ઉજ્જવલા યોજનાના” બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુવરઠો આપવા નગરપાલિકા દીઠ 15 કરોડ મંજૂર કરાય છે. રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે, તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.