થોડા સમય પહેલા વાયરસ લોકોને સમજાવી ગયો કે પ્રાણવાયુનું મહત્વ કેટલું છે.ઘણા લોકોએ ઓક્સિજન ન મળવાના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.ત્યારબાદ હવે રાજ્ય સરકાર પણ ત્રીજી લહેર આવે કે ન આવે હોસ્પિટલો વેન્ટીલેટરથી અને ઓક્સિજન પ્લાન્ટથી સજ્જ છે. ત્યારે સીએમ રૂપાણીએ ગુજરાતમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે.
CM રુપાણીએ ગુજરાત રાજ્યના ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખના ખર્ચે બનેલા ઓક્સિજન પ્લાન્ટનું આજ રોજ વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. આ પ્લાન્ટ 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવે છે. આ ઓક્સિજનનો લાભ 80 ગામના લોકોને મળશે.
વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં 1800 મે. ટન ઓકસીજન પેદા કરવાના આયોજન સાથે 300 પ્લાન્ટ રાજ્યમાં ઊભા કરાશે તેમાંથી 275 પ્લાન્ટ તૈયાર પણ થઈ ગયા છે. રાજ્યમાં 8 લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે. રિકવરી રેટ પણ 98 ટકા પહોંચી ગયો છે. કોરોનાની ત્રીજી લહેર આવે કે ન આવે ગુજરાત સજ્જ છે.
આ ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં ધારાસભ્ય આત્મારામ ભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ ભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નીતા બહેન, નગર પાલિકા પ્રમુખ હર્ષા બહેન.પ્લાન્ટ ના દાતા સુનીથ ડી સિલ્વા , જિલ્લા કલેકટર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેનશ્રી હરિ જીવન સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.