વિધાનસભા વિરોધ પક્ષના નેતા, ઉપનેતા અને દંડકને પંદર દિવસમાં માફી માગવા નોટિસ ફટકારી: ભાજપ આગેવાન નીતિનભાઇ ભારદ્વાજ બાદ વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસના આગેવાનોને કાયદાકીય સાણચામાં ભીડવવા કરી કાર્યવાહી

અબતક,રાજકોટ

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (રૂડા)માં સમાવિષ્ટ આણંદપર (નવાગામ) અને માલીયાસણના જુદા જુદા 20 સર્વે નંબરની 111-6 એકર જમીનના હેતુફેર અંગે પૂર્વ મુખ્ય મંત્રી અને પ્રદેશ ભાજપના અગ્રણી સામે રૂા.500 કરોડના કૌભાંડ અંગેના કોંગ્રેસના આગેવાનો દ્વારા કરાયેલા આક્ષેપનો કાયદાકીય રીતે પ્રત્યુતર આપવાનો પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ આપ્યો છે. કોંગ્રેસના આગેવાનો પંદર દિવસમાં માફી ન માગે તો તેઓ સામે માનહાનીનો દાવો કરવામાં આવશે તેવી નોટિસ ફટકારી છે.

કોંગ્રેસના જવાબદાર આગેવાનો વિપક્ષના નેતા, ઉપનેતા અને દંડકને માનહાનિની નોટિસ ફટકારતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર અને કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા દ્વારા સહારાની પેટા કંપની સહારા ઇન્ડિયા હોમ કોર્પોરેશન લખનૌની ટાઉનશીપ બાંધવા માટે રાજકોટની ભાગોળે આવેલા માલીયાસણ ખાતેની જમીનનો હેતુફેર કરવા માટે પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપના આગેવાન નિતિનભાઇ ભારદ્વાજ દ્વારા રૂ.500 કરોડનું કૌભાંડ આચરવાનો આક્ષેપ કર્યો હતા.

કોંગ્રેસના આગેવાનોના આક્ષેપ બાદ પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ વિદેશથી પ્રત્યુતર આપી પોતે પાંચ રૂપિયાનું કૌભાંડ ન આચર્યાનું જણાવ્યા બાદ પોતાના એડવોકેટ અંશ ભાદદ્વાજ અને અમૃતા ભારદ્વાજ મારફતે વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે.ચાવડા સામે માનહાનિની નોટિસ ફટકારી છે. પંદર દિવસમાં સંતોષકારક માફી માગવામાં નહી આવે સરકારના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી સામે તથ્ય હીન અને પાયાવિહોણા આક્ષેપ કરી સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન પહોચી સમાજમાં 108નું બિરૂદ મેળવનાર વિજયભાઇ રૂપાણીને કોંગ્રેસના આગેવાનોએ એક સંપ કરી ગુનાહીત કાવતરૂ રચી તેઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોચવાના ઇરાદે આવુ કૃત્ય આચ્યું હોવાનું નોટિસમાં જણાવ્યું છે.વિજયભાઇ રૂપાણી પ્રજાના પ્રતિનિધ તરીકે કામ કરતા હોય ત્યારે તેમની પ્રતિષ્ઠા અને આબરૂને નુકસાન પહોચાડવાના બદ ઇરાદે કોઇ પણ જાતના આધાર પુરાવા વિના વિરોધ પક્ષ નેતાના ગાંધીનગર કાર્યલયના લેટરપેડ ઉપર ખોટા આક્ષેપ કરી બદનામી કરી હોવાથી નોટિસ ફટકારી પંદર દિવસમાં યોગ્ય ખુલ્લાસો કરવામાં નહી આવે તો તેઓ સામે માનહાની અને ફોજદારી કાર્યવાહી કરવાનો નોટિસમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.