રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 5 મહિના બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે.
રાજકોટ ખાતે સર્વપ્રથમ વખત પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, કે. કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતી રવિ સાથે કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ બલરામ મીણા તથા ડોક્ટર રાહુલ ગુપ્તા વગેરે મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારીને કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે.બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.