રાજકોટ અને મહાત્મા ગાંધીના સંબંધો ઘણા વર્ષો સુધીના છે: “સ્પેશિયલ ડાક કવર રિલીઝથી આ સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે ૨-ઓક્ટોબર ગાંધી જયંતી નિમિતે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું સ્પેશિયલ ડાક કવર રિલીઝ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આ કાર્યક્રમના ઉદઘાટક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરા, શહેરના ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, રાજકોટના પોસ્ટ માસ્તર જનરલ રાકેશ કુમાર, સીનીયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ એન. કે. પરમાર વિગેરે ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી સમગ્ર દેશ માટે આનંદનો દિવસ છે. તેઓએ દેશને આઝાદી અપાવી તેની સાથોસાથ સામાજિક, આધ્યાત્મિક ઉન્નતિની પ્રેરણા આપેલ હતી. અંગ્રેજોને ચુંગાલમાંથી દેશને આઝાદી અપાવવી એ તેમનો મૂળ મંત્ર ન હતો. પરંતુ આઝાદી કરતા સ્વચ્છતા અને સામાજિક ઉત્થાનને વિશેષ મહત્વ આપ્યું હતું. તેઓ દ્રઢ પણે માનતા કે લોકો શિક્ષિત અને સ્વાવલંબી બને. સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા અગિયાર મહાવ્રતો તેમણે જીવનમાં ઉતારેલ હતા. તેઓએ રામ રાજ્યની કલ્પના કરી, ગાંધીજીએ સામાજિક સમરસતા, ગ્રામોત્થાન અને ખાદી ઉદ્યોગને વેગ આપ્યો હતો. વડાપ્રધાન મોદીની સ્વચ્છતા અભિયાન, જનધન યોજના, ક્ધયા કેળવણી અને નલ સે જલ જેવી યોજનાઓમાં મહાત્મા ગાંધીના વિચારોનો સ્પષ્ટપણે પ્રભાવ જોવા માળે છે. મહાત્મા ગાંધીએ રાજકોટ ખાતે અભ્યાસ કરેલ તે આલ્ફેડ હાઈસ્કુલમાં વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બનવવામાં વડાપ્રધાનનો અમુલ્ય ફાળો છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીને જીવંત કરવામાં આવ્યા છે. નવી પેઢી ગાંધીજીના વિચારોને સમજે, જીવનમાં તેમનું અનુકરણ કરે તે માટે આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આજે કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્વારા ગાંધી મ્યુઝિયમ આધારિત ફસ્ટ ડે કવર બનાવી રાજકોટ અને ગાંધીજીના સંબંધો પ્રસ્થાપિત કર્યા છે અને રાજકોટને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી છે. સરકારે આજરોજ ખાદીની ખરીદી પર ૨૦% ડિસ્કાઉન્ટ જાહેર કરેલ છે ત્યારે ખાદીના લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લોકો, ખાદી ખરીદ કરે તેવી અપીલ કરું છું.