ભૂકંપથી જોનકોઈ નુકસાન થયું હોય તો ત્વરિત કાર્યવાહી કરવાની સૂચના
રાજકોટમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રાજકોટ જિલ્લા સહિત આસપાસના તાલુકા ઓમા પણ ભૂકંપના આચકા અનુભવાયા હતા.સૌરાષ્ટ્રમાં અનુભવાયેલ ભૂકંપના આંચકાની તીવ્રતા 4.8ની નોંધાઈ હતી.
જે સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરો પાસેથી ટેલીફોનીક વાતચીત કરીને વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની ત્વરાએ વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ કલેકટરોને આપી.