ધ્રોલ તાલુકાના માવાપર ગામ ખાતે રૂ. ૩૧૧૬ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્ષલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપના ખાતમુહર્ત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ધ્રોલ આવ્યા હતા.
જ્યાં તેમનું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, કૃષિ વિભાગ અધિક મુખ્ય સચિવ મુકેશભાઈ પૂરી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.