વિધાનસભાની ચુંટણી નજીકમાં છે ત્યારે પ્રભારી મંત્રીઓ અને ધારાસભ્યોને શકય તેટલા પ્રવાસ ખેડવા સુચના: મતદારો સુધી સરકારની યોજનાઓ પહોચાડવા પણ તાકીદ
ગુજરાતમાં ફરી સત્તા સુખ મેળવવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચુંટણીની જોશ-શોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહીતના નેતાઓ સતત ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. અને અનેક કાર્યક્રમોમાં વર્ચ્યુઅલી પણ જોડાઇ રહ્યા છે. વિધાનસભાની ચુંટણી માટેનો રોડ મેપ તૈયાર કરવા આગામી 1પ અને 16 મેના રોજ બાવળા નજીક એક રિસોર્ટમાં ભાજપની ચિંતન શિબિર યોજાશે.
જેમાં ચુંટણી લક્ષી મનોરંજન કરવામાં આવશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉ5સ્થિત રહેશે. પ્રદેશ ભાજપની યાદીમાં જણાવ્યાનુસાર આગામી રવિવાર તથા સોમવાર એમ બે દિવસ માટે બાવળાના નળ સરોવર રોડ સ્થિત કેન્સવિલે ખાતે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના અઘ્યક્ષ સ્થાને ભાજપની ચિંતન શિબિર યોજાશે જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખાસ ઉ5સ્થિત રહી માર્ગદર્શન આપશે આ ઉપરાંત આ બેઠકમાં ગુજરાતના પ્રભારી તથા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્રભાઇ યાદવ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાતના સહપ્રભારી સુધીર ગુપ્તા સહિત ભાજપના ટોચના 40 જેટલા નેતાઓ ઉ5સ્થિત રહેશે આ બેઠકમાં વિધાનસભાની આગામી ચુંટણી માટે રોડ મેપ તૈયાર કરવામાં આવશે.
કાર્યકરો તથા સંગઠનના હોદેદારોને ચુંટણી માટે સંપૂર્ણ સજજ કરી દેવામાં આવશે બે દિવસીય આ બેઠકમાં વિધાનસભાની જે બેઠકો હાલ ભાજપ પાસે નથી તે બેઠકો જીતવા માટેની ખાસ રણનીતી તૈયાર કરવામાં આવશે.
- ગુજરાતના નામી અધ્યાપકોના કેસરિયા
- ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે ભરતી મેળો શરૂ કરી દીધો છે. તાજેતરમાં રાજ્યના નામાંકિત તબીબો રાજકારણના રંગે રંગાય ગયા હતા અને કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. દરમિયાન આજે કમલમ ખાતે ગુજરાતના નામી અધ્યાપકોને મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અન્ય પક્ષના કાર્યકરો કે નેતાને તોડવાના બદલે સમાજમાં વ્હાઇટ કોલર જોબ સાથે સંકળાયેલા લોકોને ભાજપ ભરતી કરી રહ્યું છે. આજે બપોરે કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના અધ્યાપકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા.