ઈન્દિરા સર્કલ ખાતે યોજાનાર દશ દિવસીય કેમ્પમાં ૭૦ પ્રકારનાં ૫૧ હજાર રોપાઓનું વિતરણ કરવાનો લક્ષ્યાંક:‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન આપી માહિતી
ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ દ્વારા અવિરત ૧૧માં વર્ષે યુનિ. રોડ, ઈન્દિરા સર્કલ, બીઆરટીએસ બ્રીજ નીચે યોજાઈ રહેલ વૃક્ષોનાં રોપા વિતરણ કેમ્પનો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આવતીકાલે બપોરે ૧.૩૦ કલાકે દીપ પ્રાગટય કરીને શુભારંભ કરાવશે આ અંગે વધુ માહિતી આપવા ગ્રીન ફિલ્ડના અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષ વૃધ્ધિની પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ કરતા વૃક્ષ પ્રેમી વિજયભાઈ પાડલીયા દ્વારા સ્થાપિત ગ્રીન ફિલ્ડ સંસ્થા દ્વારા છેલ્લા દશ વર્ષથી ચોમાસાના પ્રારંભે અવિરત વિવિધ વૃક્ષોના રોપા વિતરણનો કેમ્પ યોજાય છે. આ કેમ્પના રાજકોટમાં સુચા‚ પરિણામો આવ્યા છે. નિર્મલા સ્કુલ રોડ આસપાસની અને હાઉસીંગ સોસાયટીમાં આજે લહેરતા હજારો વિશાળ વૃક્ષો વિજયભાઈ પાડલીયા અને તેમની વૃક્ષોને સમર્પિત ટીમની દેન છે.
ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ, ગ્લોબલ ટ્રસ્ટ અને સામાજીક વનીકરણ વિભાગ, રાજકોટના સંયુકત ઉપક્રમે યોજાઈ રહેલ દશ દિવસીય રોપા વિતરણ કેમ્પમાં ૭૦ પ્રકરનાં વૃક્ષોના ૫૧ હજાર રોપાઓનું વિતરણ કરવાનો લક્ષ્યાંક છે. આ સહીયારો પ્રયાસ છે માટે રાજકોટની વૃક્ષપ્રેમી જનતાને સહયોગ આપવા ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિજયભાઈ પાડલીયાએ અનુરોધ કર્યો છે. આ તકે અંજલીબેન ‚પાણી, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, ધનસુખભાઈ ભંડેરી, નીતીનભાઈ ભારદ્વાજ, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ મીરાણી, ડો. મેયર દર્શિતાબેન શાહ, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માકડ, કિશોરભાઈ રાઠોડ, અશ્ર્વીનભાઈ ભોરણીયા, બિનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, પરેશભાઈ હુંબલ, અને રજનીભાઈ ગોલ સહિતના ઉપસ્થિત રહેશે.
કેમ્પને સફળ બનાવવ વિજયભાઈ પાડલીયા, દિપક વ્યાસ, પદુભા ચુડાસમા, રસીક ચોવટીયા, રાજુ ગાંધી, ભરત પટેલ, અનિ‚ધ્ધ જાડેજા, અમિત ગોહિલ, જગદીશ ઝીંઝુવાડીયા, નવઘર ડોડા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.