અંદાજિત રૂ.૩૨૨ કરોડના ૪૪ જેટલા વિકાસકામોના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે: જિલ્લા કલેકટર રેમ્યા મોહનનાં અધ્યક્ષ સ્થાને વિવિધ કમિટીની કામગીરીની સમીક્ષા બેઠક મળી

૨૫મીએ એટ હોમ કાર્યક્રમ ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાશે: રાજકોટમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, ગોંડલમાં મહિલા સંમેલન અને ઉપલેટામાં યુવા સંમેલનનું આયોજન: તાલુકા મકોએ આયુર્વેદ હોમીયોપેી કેમ્પ યોજાશે

રાજકોટ ખાતે આગામી તા.૨૬ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ ઉજવણીના સંદર્ભે વિવિધ કમીટી દ્વારા પૂર્વ તૈયારી રૂપે કરાયેલ કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળી હતી.

કલેક્ટર રેમ્યા મોહને જુદી-જુદી કમીટીની કામગીરીની સમીક્ષા કરીને જયાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગોંડલ ખાતે મહિલા સંમેલ અને ઉપલેટાખાતે યુવા સંમેલન યોજવામાં આવશે. રાજકોટ ખાતે આરોગ્ય વિભાગના ઉપક્રમે સ્વૈચ્છિક સંસ્થાઓ તથા વિવિધ સમાજોના સહયોગથી મેગા રકતદાન કેમ્પ યોજવામાં આવશે. જયારે તાલુકા મથકોએ આયુર્વેદ-હોમીયોપેથીના આરોગ્ય કેમ્પો યોજવામાં આવશે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું કે,સંભવિતતા.૧૯ જાન્યુઆરીએ રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં પી.ડી.યું. હોસ્પિટલના નવા મકાનનું લોકાર્પણ, જનસેવા કેન્દ્રનું લોકાર્પણ, નવી કોર્ટ બિલ્ડીંગનું ખાત મુર્હૂત, એર-શો સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.

7537d2f3 9

તા.૨૬ જાન્યુઆરીના ધ્વજ વંદનનો મુખ્ય કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. જયારે તા.૨૫ના રોજ એટ હોમ કાર્યક્રમ મહાત્માગાંધી મ્યુઝિયમના સ્થળે યોજવામાં આવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ સંભવિત રીતે વિરાણી હાઇસ્કૂલના પટાંગણમાં યોજવામાં આવશે. ડી.એચ.કોલેજના પટાંગણમાં બુકફેર યોજાશે. તા.૨૫,૨૬ જાન્યુઆરીના મુખ્ય કાર્યક્રમોમાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરવા વ્યકિત વિશેષોનું સન્માન કરવામાં આવશે. તા.૨૬ના કાર્યક્રમમાં પોલીસ, આર.ટી.ઓ, કૃષિ-બાગાયત, લીડ બેંક, સમાજ કલ્યાણ સમાજ સુરક્ષા પશુપાલન, રાજકોટ ડેરી વિગેરેના ટેબ્લો રજુ થશે. તેની સાથો  સાથ રાજકોટ શહેરના વિવિધ સર્કલો થીમ આધારિત યોજનાકીય કામગીરીથી સુશોભિત કરાશે.

કલેક્ટર રેમ્યા મોહનએ વધુમાં ઉર્મેયું હતું. કે, રાજકોટ જિલ્લાના શહેર ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકારના વિવિધ ખાતાઓ હસ્તકના વિકાસ કામોના ખાત મુર્હૂતો/લોકાર્પણો મંત્રીઓ, મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. અત્યાર સુધીમાં રૂ.૩૨૨ કરોડના ૪૪ કામોનું આયોજન કરાયેલ છે. હજુ ખાત મુર્હૂત/લોકાર્પણના કામોનુ આયોજન થઇ રહેલ  હોવાથી કામો તથા રકમ વધશે.  પોલીસ વિભાગ દ્વારા મશાલ પીટી, પરેડ, શસ્ત્ર પ્રદર્શન, પોલીસ વેલ્ફેર સહિતના કાર્યક્રમો હાથ ધરાશે.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા, નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ,રુડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા આસી.કલેક્ટર ઓમ.પ્રકાશ, નાયબ કલેક્ટર દીપેશ ચૌહાણ ર્ડો. મેહુલ બરાસરા, પુજા જોટાણીયા, પૂજા બાવળા, વિવિધ કમીટીના અધ્યક્ષો,વરિષ્ડ અધિકારીઓ, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.