રાજકોટ જિલ્લામાં ૧૩૩૯ અને શહેરી વિસ્તારમાં ૫૭૨ કુપોષિત બાળક

સ્વસ્થ સમાજના નિર્માણ માટે ગુજરાતના કુપોષિત બાળકો કુપોષણમાંથી બહાર આવે અને તેના થકી સમગ્ર ગુજરાત સુપોષિત બને તે માટે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્યના તમામ બાળકો તંદુરસ્ત બની રહે તે માટે ત્રિદિવસીય સુપોષણ અભિયાન હાથ ધરાયુ હતું. આંગણવાડી વર્કર, આશા વર્કર, એ.એન.એમની ત્રિવેણી શક્તિ દ્વારા કુપોષિત બાળક પોષણયુક્ત બને તે માટે બાળકોની સાર સંભાળ લેવામાં આવે છે જેમાં એક નવું આયામ ઉમેરાયું છે પાલક વાલીનું. આ તકેમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્વયં “પાલક વાલી બની સમાજને પ્રેરણા પુરી પાડી છે.

સામાન્ય રીતે ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પરિવારના બાળકો કુપોષિત હોવાની સંભાવના વધુ હોઈ છે. તેના માટે આરોગ્ય અંગેની સમજનો અભાવ તેમજ સમયનો અભાવ અને કેટલેક અંશે આર્થિક જવાબદારી પણ જવાબદાર હોઈ છે. આ બાળકોના લાલનપાલનમાં અને તેમના જન્મ સમયે જરૂરી પોષણ અને માર્ગદર્શનના અભાવે આવા બાળકો કુપોષણનો શિકાર બનતા હોઈ છે. આવા બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે સરકાર દ્વારા આંગણવાડી વર્કર તેમજ આશા બહેનો દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન તેમજ પોષણ કીટ પુરી પાડવામાં આવે છે. રાજ્ય સરકારના આ યજ્ઞ કાર્યમાં લોકો પણ જોડાય તે માટે અભિનવ અભિયાન સરકારે આરંભી બાળકોની યોગ્ય સારસંભાળ તેમના માતાપિતાને સમયાંતરે મદદરૂપ થવા લોકોને પાલક વાલી તરીકે જોડ્યા છે.

7537d2f3 3

સુપોષણ અભિયાન થકી પાલક વાલી બનેલા લોકો એક કુપોષિત બાળક દત્તક લઈ એક વર્ષ સુધી બાળકની સંભાળમાં મદદરૂપ બનશે. સપ્તાહમાં એકવાર તેમના ઘરે જઈ જરૂરી માર્ગદર્શન તેમજ સમજ પુરી પાડશે. જરૂર પડે તો દૂધ, ખજૂર, સીંગદાણા, ડ્રાયફ્રુટ, ફ્રૂટ જેવો પોષણ આહાર પૂરો પાડશે. આમ તેજ ગામના પાલક વાલીઓની હૂંફ કુપોષિત બાળકને સ્વસ્થ બનવા મદદરૂપ બનશે તેમ રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે જણાવે છે.

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનમાં રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧,૩૩૯ પાલક વાલીઓ સહભાગી બન્યા છે, જ્યારે શહેરી વિસ્તરામાં ૫૭૨ કુપોષિત બાળકો માટે૫૦૦ વાલીઓ પાલક વાલી તરીકે કુપોષિત બાળકોની તંદુરસ્તીની જવાબદારી નિભાવા માટે આગળ આવેલા છે. જાગૃતિ અર્થે “પોષણ અભિયાન અન્વયે બાળક તંદુરસ્ત હરીફાઈ, પોષણને લગતી ફિલ્મ નિદર્શન, વાનગી હરીફાઈ જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતાં. આ પાલક વાલીઓનુ મહાનુભાવો દ્વારા સન્માનિત કરાયા છે. સુપોષિત ગુજરાત રાજ્ય બની રહે તે નેમ સાથે આવનારા સમયમાં જનજાગૃતિ અને જનજનની ભાગીદારી થકી પાલક વાલી અભિયાન ફળીભૂત બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.