મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રમદાન કરવા આવેલા સહભાગીઓને ઠંડી છાશ અને સુખડીનું વિતરણ કર્યું.

રાજય સરકાર દ્વારા આરંભવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાનમાં સ્વયં શ્રમદાન કરવાની નૂતન પહેલ કરનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સવારમાં પોરબંદર જિલ્લાના બગવદર ગામે પહોંચ્યા હતા અને ગામની સીમમાં આવેલા તળાવને ઉંડુ ઉતારવાના ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા હતા.

બગવદર ગામના વિશાળ તળાવને ઉંડુ ઉતારવાનું આયોજન સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ અહીં શ્રમદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સર્વપ્રથમ તળાવને ખોદવા માટેની ધાર્મિક વિધિ કરી હતી અને તે બાદ મુખ્યમંત્રીઓ પોતે ત્રિકમ ઉપાડયું હતું.

તેમણે તળાવને ઉંડુ લઈ જવા માટે ખોદકામ કર્યું હતું. એ બાદ મુખ્યમંત્રી શ્રમદાનના મહાકાર્યમાં જોડાયેલા ગ્રામજનોને મળવા પહોંચી ગયા હતા અને તેમણે પ્રત્યક્ષ મળી જળ અભિયાનની કામગીરીની પુચ્છા કરી હતી. મુખ્યમંત્રીએ આ ઉધમીઓને ઠંડી છાસ અને સુખડીનું વિતરણ કર્યું હતું.

IMG 4421મુખ્યમંત્રીએ બગવદરના તળાવને ઉંડુ ઉતારવા માટે આવેલા બુલડોઝરને પણ પૂજયું હતું અને ખોદાણ કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન રૂપાણીએ કલેકટર મુકેશ પંડયા પાસેથી પોરબંદર જિલ્લામાં ચાલતા કામોની માહિતી મેળવી હતી.

આવતા ચોમાસા પૂર્વે જળાશયોની સંગ્રહશકિત મહતમ રીતે વધે એ પ્રકારે કામગીરી કરવા તેમણે સુચન કર્યું હતું. આ વેળાએ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ પણ સાથે જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.