લોધિકા આઈટીઆઈનું રિમોટ વડે લોકાર્પણ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોધીકા તાલુકાની મોટાવડા પ્રાથમિક શાળા ખાતેથી મિશન વિદ્યાનો પ્રારંભ કરાવ્યો છે. મિશન વિદ્યા અંતર્ગત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વાંચન, લેખનમાં નબળા વિર્દ્યાીઓને ‘પ્રિય બાળક’ નામ આપી તેના માટે એકસ્ટ્રા વર્ગો શરૂ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી વિજયભાઈએ શાળા ખાતેથી રિમોટ વડે લોધીકા આઈટીઆઈનું લોકાર્પણ કર્યું હતું.
રાજય સરકાર દ્વારા નબળા વિર્દ્યાથીઓને આગળ લાવવા માટે મિશન વિદ્યા પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. મિશન વિદ્યા અંતર્ગત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિર્દ્યાથી કે જે વાંચન અને લેખનમાં નબળા છે તેઓને પ્રિય બાળક નામ આપવામાં આવશે. આ પ્રિય બાળકોને શાળા બાદ વધુ એક કલાકનો વર્ગ ભરવાનો રહેશે જેમાં તેઓને વાંચન અને લેખનની વિશેષ તાલીમ આપવામા આવશે. એક માસ સુધી આ એકસ્ટ્રા વર્ગો ચાલશે.
મિશન વિદ્યા પ્રોજેકટનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોધીકા તાલુકાની મોટાવડા પ્રાથમિક શાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે વિજયભાઈ રૂપાણી એ લોધીકા આઈટીઆઈનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, નાગદાનભાઈ ચાવડા, ભરતસિંહ જાડેજા, અનિરુધ્ધસિંહ ડાભી, ભિમસિંહ જાડેજા અને ઉમેશભાઈ પાંભર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા અને પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની ઉપસ્થિત રહ્યાં હતા.