- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કાલે રાજકોટની મુલાકાત દરમિયાન કોર્પોરેશન અને રૂડાના રૂ.565.63 કરોડના વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહુર્ત: સાંજે 5 કલાકે કટારિયા ચોકડી ખાતે જાહેર સભા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના રૂ.565.63 કરોડના 45 વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. કાલાવડ રોડ પર કટારિયા ચોકડીએ નિર્માણાધીન પ્રથમ આઇકોનિક બ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવશે. જ્યારે વોર્ડ નં.12માં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત અલગ-અલગ આવાસ યોજનામાં ખાલી રહેલા 183 આવાસનું લાભાર્થીઓને ફાળવણી કરાશે. 25 નવી સીએનજી સિટી બસને પણ લીલીઝંડી આપવામાં આવશે. કટારિયા ચોકડી ખાતે મુખ્યમંત્રી જાહેર સભા સંબોધશે. સીએમના આગમનને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગર પાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી, રૂ.58.54 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.332.26 કરોડના જુદા-જુદા 35 પ્રકલ્પોના ખાતમુહૂર્ત એમ કુલ રૂ.390.80 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી, ખાલી પડેલ કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.174.83 કરોડના 6 પ્રકલ્પોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાશે.
કોર્પોરેશનના રૂ.58.54 કરોડના ચાર કામોનું લોકાર્પણ કરાશે. જેમાં શહેરી બસ સેવામાં નવી 25 બસનું લોકાર્પણ, બાંધકામ વિભાગને લગત કામોનો સમાવેશ થાય છે. જ્યારે 332.26 કરોડના 35 કામોનું ખાતમુહુર્ત કરાશે. જેમાં કાલાવડ રોડ પર નવા રિંગ રોડ ચોક ખાતે નિર્માણ પામનાર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ સહિતના કામો ઉપરાંત ડ્રેનેજ નેટવર્કને લગત કામ અને વોટર વર્કસ નેટવર્કને લગત કામોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો કરાશે. રૂડાના રૂ.174.83 કરોડના 6 કામોનું ખાતમુહુર્ત કરાશે.
જેમાં ક્ધસ્ટ્રક્શન ઓફ રિંગ રોડ-2 ફેઝ-2 ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (રોડ વર્ક), ક્ધસ્ટ્રક્શન ઓફ રિંગ રોડ-2 ફેઝ-2 ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (બ્રિજ વર્ક), ક્ધસ્ટ્રકશન ઓફ 45.0મી. ડી.પી. રોડ ફ્રોમ રિંગ રોડ-2, ફેઝ-3 (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડા) ટુ આરએમસી બાઉન્ડ્રી ઇન રૂડા એરિયા અને ક્ધસ્ટ્રકશન ઓફ 45.0મી. ડી.પી. રોડ ફ્રોમ નેશનલ હાઈવે-27 (ખોડિયાર હોટલ) થી કાંગશીયાળી ગામના ગેટ ઇન રૂડા એરિયાનો સમાવેશ થાય છે. રોણકી ગામ વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.38/2 ભૂગર્ભ ગટર યોજના ઇન રૂડા એરિયા અને કાંગશિયાળી ગામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ઇન રૂડા એરિયા સમાવેશ થશે.
આ લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગર પાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહૂર્ત લગત સમિતિના ચેરમેન બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂડાના સી.ઈ.એ.જી.વી. મિયાણી વગેરે ઉપસ્થિત રહેશે.
કટારીયા ચોકડીએ નિર્માણાધીન આઇકોનિક બ્રિજ આવો હશે
એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજની લંબાઇ 744 મી, ર3.10 મીટર પહોળાઇ (3+3= 6 લેન) એકસ્ટ્રા ડોઝ સ્પાનની લંબાઇ 160 મી., તથા મેઇન સ્પાએન 80.00 મી. એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજની લંબાઇ 744 મી., ર3.10 મી. પહોળાઇ (3+3=6 લેન) અન્ડર બ્રીજની વિગત અન્ડરબ્રિજની લંબાઇ 459 મી. (ર+ર=4 લેન) અન્ડરબ્રિજ બોકસની સાઇઝ 8.50 મી. ડ 4.50મી વિશેષ વિગત સૈાપ્રથમ વખત બ્રિજ હેલ્થસ મોનિટરીંગ સિસ્ટણમનો આ કામે સમાવેશ કરાયેલ છે.ડેકોરેટીવ લાઇટીંગ અને બી.આર.ટી.એસ.લેન ગ્રેડનો સમાવેશ કરાયેલ છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ 1ર00 લોકોની ક્ષમતાવાળું
શહેરનાં છેવાડાનાં લોકોને રમત-ગમતની સુવિધા આપવાના મુખ્ય ઉદેશને ધ્યાદને લઈ મવડી વિસ્તોરમાં વોર્ડનં.1રમાં 11,831 ચો.મી. જગ્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું 1ર00 લોકોની ક્ષમતાવાળું સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવ્યુ છે. જેમાં આશરે 9500 ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે.
જેમાં ઓપન ગ્રાઉન્ડ માં પાર્કિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેલટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેંટીંગ રીંગનો સમાવેશ થયેલ છે. તેમજ ગ્રાઉન્ડ ફલોર પર સ્પોર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટરન કોર્ટ, આર્ચરી, સ્કશવોસ, પ્લે-ગ્રાઉન્ડા એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્જ, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવેલ છે. આ ઇન્ડોટર સ્ટેંડીયમથી આશરે 1,50,000 લોકોને તેનો ફાયદો થશે.