મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે રૂપિયા ૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક માર્કેટીંગ યાર્ડના લોકાર્પણ પ્રસંગે કહ્યુ કે, નૂતન વર્ષમાં ખેડૂતો માટે સરકારે નવી સુવિધા માર્કેટ યાર્ડ ના સ્વરૂપે જનતાને ૧૪ મહિનાના ટૂંકા ગાળામાં અર્પણ કરી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાતમાં ઝડપી વિકાસના કામો થઈ રહ્યા છે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમા તેનું ઉત્તમ ઉદાહરણ છે. ખેડૂતો માટે નર્મદાના પાણી સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ ઝડપી આપવા ની કાર્યવાહી પૂર્ણ કરી છે.સૌરાષ્ટ્રમાં પાણી નો દુકાળ ભૂતકાળ બને તે માટે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ નર્મદા ડેમના પાણીથી ભરવાની પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લઈ સમૃદ્ધ બને તે દિશામાં સરકાર કામ કરી રહી છે અને ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો હિરણ ડેમ સૌની યોજનાી ભરાશે.
ખેડૂતોને મૂલ્યવર્ધન સાથે પુરતા ભાવ મળે આપણા ખેડૂતોનો માલ વિદેશમાં નિકાસથાય તે માટે સરકાર કામ કરી રહી છે. ફાર્મ ટુ ફોરેનની વયવસ્થા ગોઠવાઇ રહી છે. સરકાર મગફળી ના ટેકાના ભાવોથી ખરીદી કરવા જઈ રહી છે સહકારી મંડળી દ્વારા નહીં પણ યાર્ડ દ્વારા મગફળીની ખરીદી થશે ખેડૂતોને પૂરતા નાણાં મળી રહે અને પછી હરાજીમાં માલ જશે રાજ્ય સરકાર દ્વારા પારદર્શક રીતે ઓનલાઈન નોંધણી કરી વહેલા તે પહેલા ના ધોરણે ખરીદી થશે.
ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, નવું વર્ષ આપણા માટે ફળદાયી નીવડે તેવી શુભકામના પાઠવી માર્કેટ યાર્ડ સહકારી મંડળી ડેરીઓ દ્વારા ખેડૂતો અને પશુપાલકોના ઉતન નું કામ થાય છે સરકાર દ્વારા અનેક લાભકારી યોજનાઓ છે જેનું ઉત્તમ ઉદાહરણ આ આધુનિક માર્કેટ યાર્ડ છે. ખેડૂતોના મુદ્દા ઉપર કદી રાજકારણ ન થવું જોઈએ આપણું ગુજરાત શાંતિપૂર્ણ ગુજરાત છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય થયા છે.