કોર્પોરેશન, કલેકટર, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રૂડાના પ્રોજેકટનું કરાશે લોકાર્પણ-ખાતમુહૂર્ત: તૈયારીનો ધમધમાટ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી શનિવારના રોજ રાજકોટની મહાનગરપાલિકા, જિલ્લા વહિવટી તંત્ર, શહેર પોલીસ, માર્ગ અને મકાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રૂડાના અલગ-અલગ પ્રોજેકટ સહિત રૂ૧૭૫ કરોડના જુદા-જુદા વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આગામી શનિવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓના હસ્તે કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટ જેવા કે એસ્ટ્રોન ચોક નાલા પાસે જન કલ્યાણ સોસાયટીથી સર્વેશ્ર્વર ચોક પાસે આવેલ સાયકલ ટ્રેકનું લોકાર્પણ રૂ૦.૯૧૫ કરોડ, વોર્ડ નં.૫માં પેડક રોડ પર સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલમાં આગળના ભાગમાં જિમ્નેશિયમનું ખાતમુહૂર્ત રૂ૦.૯૧૨ કરોડ, વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં ડી.આઈ.ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનું ખાતમુહૂર્ત રૂ.૯.૩ કરોડ, વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારમાં ડી.આઈ.ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનું ખાતમુહૂર્ત રૂ૬.૪૬ કરોડ, વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં તિ‚પતિ પાર્ક હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારમાં ડી.આઈ.ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનું ખાતમુહૂર્ત રૂ૮.૮૨ કરોડ, વોર્ડ નં.૬માં ગોકુલનગર ખાતે સ્માર્ટ ઘર પીએમએવાય યોજના અંતર્ગત ૧૨૮ ઈડબલ્યુએસ આવાસોનું ખાતમુહૂર્ત રૂ૯ કરોડ, વોર્ડ નં.૯માં રૈયા ટી.પી.સ્કીમ નં.૧૬ (ડ્રાફટ)માં આવેલ ટી.પી.રોડ પર કલ્વટનું ખાતમુહૂર્ત ‚રૂ.૧.૪૨ કરોડ, રાજકોટ શહેર પોલીસ દ્વારા મુંજકા ખાતે ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનનું લોકાર્પણ રૂ૧.૯૫ કરોડ, મોટામવા ખાતે તાલુકા પોલીસ (અર્બન)નું લોકાર્પણ રૂ૧.૯ કરોડ, માર્ગ અને મકાન વિભાગમાં શોર્ફ રોડ પરના જીલ્લા સેવા સદન-૩નું લોકાર્પણ રૂ૧૩.૨ કરોડ, પ્રેમ મંદિર પાસે કવાર્ટરનું રૂ.૧૫.૮ કરોડનું ખાતમુહૂર્ત કરાશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ફેઈઝ-૧, એસ્ટ્રોટર્ફ, હોકી, સિન્થેટીક બાસ્કેટ બોલ, સિન્થેટીક ટેનીસ કોર્ટ અને ગ્રાસી ફુટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ રૂ૫.૫ કરોડ, સેન્ટ્રલ લેબોરેટરીનું લોકાર્પણ રૂ૧.૫ કરોડ, ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ ‚રૂ.૧.૨૫ કરોડ, ‚ફ ટોપ સોલાર સિસ્ટમનું લોકાર્પણ ‚રૂ.૫ કરોડ, સીસીડીસી લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત ‚રૂ.૩.૧ કરોડ,ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ત હાઉસનું ખાતમુહૂર્ત ‚રૂ૩.૪ કરોડ, ઓડીટોરીયમનું ખાતમુહૂર્ત ‚રૂ.૧૦ કરોડ
ગર્લ્સ હોસ્ટેલનું ખાતમુહૂર્ત ‚રૂ.૧.૬૦ કરોડ તથા રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના મુંજકા, અર્ફોડેબલ હાઉસિંગમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ખાતમુહૂર્ત ‚રૂ.૬૮.૩૮ કરોડ, રીંગ રોડ-૨ (ફેઝ-૨) કાલાવડ રોડ (મોટામવા)થી ગોંડલ રોડ (પારડી)નું ‚રૂ.૫.૬૮ કરોડનું લોકાર્પણ કરવામાં આવશે.