રેસકોર્સ-૨નું પણ ભૂમિપૂજન કરાશે
૧૦ વર્ષી ચાલી રહેલા અને અનેક વિવાદોની એરણ પર ચઢેલા રેલનગર બ્રિજનું આખરે આગામી ૧૯મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાો સા ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસે ૨૪૦ એકર વિશાળ જગ્યામાં આકાર લેનાર રેસકોર્સ પાર્ટ-૨નું પણ મુખ્યમંત્રી ભૂમિપૂજન કરશે.
મહાપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા રેલનગર બ્રિજનું બુધવારે સાંજે ૪ કલાકે રેલનગર બ્રિજ સાંઈબાબા સોસાયટી રેલનગર મેઈન રોડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સને યોજાનારા આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના આગેવાનો ઉપસ્તિરહેશે.
રેલનગર બ્રિજના લોકાર્પણ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે રેસકોર્સ-૨નું ભૂમિપૂજન કરવામાં આવશે. આ તકે સાંજે ૫ કલાકે બોલીવુડના ખ્યાતનામ પ્લેબેક સીંગર દર્શન રાવલની મ્યુઝીકલ નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બન્ને કાર્યક્રમોમાં ઉપસ્તિ રહેવા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની અને બાંધકામ સમીતીના ચેરમેન મુકેશભાઈ રાદડીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.