પંચકર્મ વિભાગ અને હોસ્પિટલની સુવિધાઓ નિહાળી વિજયભાઈ થયા પ્રભાવિત: એચ.આર.મીટ, ટેકનિકલ વર્કશોપ, બિઝનેશ લીડર્સ સાથે ચર્ચા, મંદિર શિલાન્યાસ સહિતના કાર્યક્રમો યોજાયા
ગાર્ડી વિદ્યાપીઠ દ્વારા દશાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી દ્વારા ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ ઉપર વી.એમ.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ મેડિસીન એન્ડ સર્જરી કોલેજ, સંલગ્ન સ્વ.રમણીકલાલ શિવલાલ શાહ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા બે વર્ષથી ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ પર સૌરાષ્ટ્રની પ્રથમ સેલ્ફ ફાઈનાન્સ આયુર્વેદ કોલેજ, વી.એમ.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદની શ‚આત કરવામાં આવી છે, જે આયુર્વેદ મેડિસીન એન્ડ સર્જરી કોલેજ સાથે ૬૦ બેડની સ્વ.રમણીકલાલ શિવલાલ શાહ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. આ તકે પધારેલ તમામ મહેમાનો અને મહાનુભાવોના ગાર્ડી વિદ્યાપીઠની ક્ધયાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યા હતા. વિધિવત લોકાર્પણ બાદ વિજયભાઈએ સમગ્ર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પંચકર્મ તથા અન્ય વિભાગો અને સગવડતાઓ નિહાળી પ્રભાવિત થયા હતા.
કાર્યક્રમમાં જય અને જીનીયસ સ્કુલના બાળકોના મ્યુઝીકલ બેંડ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું હતું. ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન ડી.વી. મહેતાના માતા અને પિતા દ્વારા વિજયભાઈનું શાલ ઓઢાડી પરંપરાગત સ્વાગત કરાયું હતું. સંસ્થાના મેનેજીંગ ડિરેકટર જય મહેતા દ્વારા તમામ મહેમાનોને આવકાર્યા બાદ ચેરમેન ડી.વી. મહેતા દ્વારા સંસ્થાની દસ વર્ષની સફર વિશે વાત કરાયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈએ લોકોને સંબોદ્યા હતા. તેમણે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે કરેલ કાર્યો અને સરકારી યોજનાઓ વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓને અવગત કર્યા.
કાર્યક્રમોમાં આયુર્વેદ પર વ્યાખ્યાન, એચ.આર.ઈન્ટરેકશન વિથ સ્ટુડન્ટ, એચ.આર.મીટ, ટેકનિકલ વર્કશોપ સિરિઝ, સકસેસફુલ બિઝનેશ લિડર્સ સાથે ચર્ચા, મંદિર શિલાન્યાસ, ગાર્ડી એન્થમનુ લોચીંગ અને શિષ્યવૃતિ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા અને વાઈસ ચેરમેન કિરણ શાહના માર્ગદર્શનમાં સંસ્થાના મેનેજીંગ ડિરેકટર જય મહેતા અને એકઝીકયુટીવ ટ્રસ્ટી કમલેશ મહેતાએ જહેમત ઉઠાવવામાં આવી હતી.