આત્મીય કોલેજમાં વિદ્યાર્થીઓને સંસ્કાર સાથે શિક્ષણ અપાય છે: મુખ્યમંત્રી
ગુજરાતમાં ૬૨ યુનીવર્સીટી બનતા વર્લ્ડ કક્ષાનું શિક્ષણ ઉપલબ્ધ: શિક્ષણ મંત્રી
રાજકોટની આત્મીય યુનીવર્સીટીનો ઉદધાટન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાયો હતો મુખ્યમંત્રીએ યુનીવર્સીટીની તકતીનું અનાવરણ કરી યુનીવર્સીટીનો પ્રારંભ કરાવ્યો હતો આ તકે મુખ્યમંત્રીએ કહયું હતું કે આત્મીય કોલેજમાં સંસ્કાર સાથે શિક્ષણ અપાય છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં અગાઉ બહુ જુજ યુનીવર્સીટીઓ હતી પરંતું ૨૦૦૧ પછી સરકારે શિક્ષણનો વ્યાપ વધારવા યુનીવર્સીટીઓને પ્રધાન્ય આપ્યું છે તેમ કહયું હતું. જીવનમાં સંસ્કાર અને શિક્ષણનું આગવું મહત્વ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ વિદ્યાર્થી શિક્ષિતની સાથે દિક્ષિત પણ બને તેમ પણ કહયું હતું.
મુખ્યમંત્રીએ વિરાણી કોલેજ સંસ્થાને ૫૦ વર્ષ પૂર્ણ થયા તે અંગે ખૂશી વ્યકત કરી તેમના વિદ્યાર્થી કાળના સંસ્મરણો યાદ કર્યા હતા. સંસ્થામાં હરી પ્રસાદ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામીના આશિર્વચનથી વિદ્યાર્થીઓમાં માનવ મૂલ્યો સાથે સંસ્કારનું પણ ઘડતર થઇ રહયું છે તેમ પણ કહયું હતું દેશ માટે કંઇક કરી છુટવાનો આ સમય છે તેમ કરી યુવાનોને પણ માર્ગદર્શન આપ્યું હતુ.આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌ પ્રથમ શહીદોને શ્રધ્ધાંજલી આપી ગુજરાતમાં દુનિયામાંજે શ્રેષ્ઠ ગણાય તેવું શિક્ષણ આપવામાં આવે છે તેમ કહયું હતું આત્મીય યુનીવર્સીટીનું બીલ વિધાનસભામાં મુકવાનો તેમને અવસર મળયો હતો તેમ જણાવી મંત્રીએ જીવનલક્ષી શિક્ષણ અને સંસ્કારનું સમન્વયની રૂપરેખા આપી હતી.
આત્મીય યુનીવર્સીટીએ સૌપ્રથમ વખત લોજીસ્ટીક બી.કોમ કોર્ષનો પ્રારંભ કર્યો છે. આ કોર્ષનું પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રીહરી પ્રસાદ સ્વામી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા અને મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને પણ આશિર્વાદ આપ્યા હતા. સંસ્થાના શ્રીત્યાગ વલ્લભ સ્વામીએ સંસ્થામાં અપાતા સંસ્કારલક્ષી શિક્ષણની માહિતી આપી હતી.