રાજ્યની નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રૂ.૧૦૦૦ કરોડની રકમનો ઓનલાઈન ચેક અર્પણ સમારોહ યોજાયો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના મુખ્યમંત્રી તરીકેના યશસ્વી કાર્યકાળમાં આ ચોથુ વર્ષ પૂર્ણ કરેલ છે. આ યશસ્વી કાર્યકાળ દરમિયાન દર વર્ષે રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓને સર્વાંગી વિકાસના કાર્યો માટે ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ તરફથી તેઓના હસ્તે ચેક અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ આજે રૂા.૧૦૦૦ કરોડની રકમનો ઓનલાઈન ચેક અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીકરણની પ્રક્રિયામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રાજ્યો પૈકીનું એક છે. જે સને ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં શહેરી વસ્તી ૪૨.૫૮ ટકા (૨.૫૭ કરોડ) છે. શહેરી વિકાસ કરતા ગ્રામ વિકાસના વિવિધ પરિમાણોને વિચારણામાં લઈ રાજ્ય સરકારે શહેરો અને ગામડા એમ બન્નેનો સુગઠીત અને સમતોલ વિકાસ થાય તે તરફ વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં અપેક્ષીત મુળભૂત નાગરિક સુવિધાઓ/સેવાઓ ઉપલબ્ધ કરાવવા તથા સંગીન બનાવવા આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડી શહેરી ગરીબોનો સામાજીક અને આર્થિક વિકાસ કરી તેઓનું જીવન ધોરણ ઉંચે લઈ જવા અવિરત પ્રયત્નો કરેલ છે.
આજે રૂા.૧૦૦૦ કરોડના ઓનલાઈન ચેક અર્પણ સમારોહમાં આગવી ઓળખ ઘટક હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓને ૧૨૭૫.૮૮ કરોડનો ૪૫ કામો મંજૂર કરી ૧૧૪૯.૩૨ કરોડની ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવી છે. જેમાં મલ્ટી સ્ટોરીડ હોસ્પિટલ, ગર્લ્સ હોસ્ટેલ, યુજી હોસ્ટેલ ઓડિટોરીયમ, ગોતા ગોધાવી કેનાલ, નર્મદા પાણી માટે ગ્રેવીટી લાઈન, સ્ટ્રમો વોટર ડ્રેનેજ, કેબલ સ્ટેડ બ્રિજ ઓડીટોરીયમ, આઉટ ડોર સ્ટેડિયમ, લેક ડેવલોપમેન્ટ એન્ડ ગાર્ડન ડેવલોપમેન્ટ, ટાઉન હોલ, રાત્રીના બજાર અને વિડીયો વોલ, ક્ધવેન્શન સેન્ટર, લખોટા કોઠા રેસ્ટોરેશન, રણમલ લેક, જોગીંગ ટ્રેક, મ્યુઝિકલ ફાઉન્ટેન, લેસર શો, હેરીટેજના કામો, યાત્રીક સુવિધા કેન્દ્રો, દામોદર કુંડ વિકાસ,દિવાન ચોક સર્કલ, મજેવડી દરવાજા, નરસિંહ મહેતા ચોરાનો વિકાસ વગેરે કામોને આવરી લેવાશે.
નગરપાલિકાઓને ૩૧૫.૨૦ કરોડના ૬૯ કામો માટે ૨૧૭.૩૯ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જેમાં તળાવ બ્યુટીફીકેશન, સ્વીમીંગ પુલ, રિવર ફ્રન્ટ, ટાઉન હોલ, યોગા જીમ કેન્દ્ર, કાંસ નવીનીકરણ, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરેને આવરી લેવાશે. ખાનગી સોસાયટી, જનભાગીદારી યોજના હેઠલ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને કુલ એકંદરે રૂા.૨૭૬૪.૯૯ કરોડના ૩૨૮૧૭ કામો મંજૂર કરીને ૧૬૫૨.૯ કરોડની ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવી છે.