Table of Contents

  • વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રીએ વિશેષ ભાર મૂક્યો  
  • હસનાપુર ડેમમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી નવ બિલિયન વોટર ક્રેડિટ મેળવવાની સિદ્ધિને મુખ્યમંત્રીએ બિરાદાવી
  • રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોંકળા સફાઈની કામગીરી માટે મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા4EDH4KXP Screenshot 2

જૂનાગઢ ન્યુઝ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલી જૂનાગઢવાસીઓને રૂ.397કરોડના 91વિકાસ કાર્યોની ભેટ આપતા કહ્યુ કે, રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે, જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ બનાવવાની દિશા આપી છે. ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે, નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે.

જૂનાગઢ મહાનગરપાલિકા નંબર વન બને તેવું આયોજન થયું છે-મુખ્યમંત્રી

શહેરી વિકાસમાં કોઈ નગર પાછળ ન રહી જાય તેવી પ્રતિબંધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં શહેરી વિકાસની નવી પ્રણાલી પ્રસ્થાપિત થઈ છે, વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબંધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહીં તે માટે આગવું નાણાનું વ્યવસ્થાપન પણ કર્યું છે. તેમજ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તાજેતરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના માળખાકીય વિકાસના કામો માટે રુ. 2,111  કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને રુ.34.40 કરોડ ફાળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂકતા જણાવ્યુ હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકા નંબર વન બને તેવું આયોજન થયું છે અને સૌ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોચાડવામાં આવશે, તેમ પણ જણાવ્યુ હતુ.Pm0Pt9OD Screenshot 4

‘એક પેડ માં કે નામ’ ની પહેલમાં જોડાવા આપીલ કરી

મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન ગ્રોથ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક પેડ માં કે નામ’ ની પહેલને સાકાર કરવા જૂનાગઢ મહાનગરપાલિકા 25000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, તેને બિરદાવતા જૂનાગઢ વાસીઓને પણ તેમાં જોડાવા માટે અપીલ કરી હતી.

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈએ વિકાસના કંડારેલા પથને અનુસરતા, જે વિકાસ કાર્યોના આપણે ખાતમુહૂર્ત કરીએ છીએ તેના લોકાર્પણ પણ આપણે જ કરીશું. તેઓ વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણ માટે આહવાન કર્યું હતું.HNWnVnLp Screenshot 6

પ્રભારીમંત્રી રાઘવજી પટેલે વિકાસલક્ષી કર્યો વિષે કરી વાત 

કૃષિ રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારીમંત્રી રાઘવજી પટેલે કહ્યુ કે, જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જી આઇ એસ બેઇઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું રુ.397.78 કરોડના ખર્ચે ઇ લોકાર્પણ અને ઇ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. શહેરી વિકાસના આ કાર્યો થકી રોજગારીનું સર્જન, કરવેરાની આવકમાં ઉમેરો, શહેરી અને આર્થિક વિકાસ થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના “વિકસિત ભારત 2047” ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે. આ સાથે તેમણે ઉમેર્યુ કે, શહેરના જોશીપુરા વિસ્તારના વેપારીઓના કોમર્શિયલ કોમ્પલેક્ષને લગતા પ્રશ્નનું પણ નિવારણ આવ્યું છે. શહેરમાં નરસિંહ મહેતા સરોવર અને વિલિગ્ડન ડેમના વિકાસ માટેના વિકાસકાર્યો તેમજ શહેરને ૨૫ ઇ-બસ ફાળવવામાં આવશે.

મેયર ગીતા પરમારે મુખ્યમંત્રીનો વિશેષ આભાર માન્યો

આ પ્રસંગે મેયર ગીતા પરમારે જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય, હેરિટેજ બિલ્ડીંગ નરસિંહ મહેતા વિદ્યામંદિરના નવીનીકરણ,  મનાપા વિસ્તારમાં GIS બેસ મેપિંગ, સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ, ઇન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો સહિતના વિકાસ કાર્યોના થયેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્યના સરકારના અનુદાનથી જૂનાગઢ શહેરમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. તેમણે જોષીપરા ખાતેના કોમર્શિયલ શોપિંગ સેન્ટરના દબાણના પ્રશ્નનો હકારાત્મક નિકાલ માટે મુખ્યમંત્રીનો વિશેષ આભાર માન્યો હતો.ODxNOQBc Screenshot 7

મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે શાબ્દિક સ્વાગત કર્યું

તેમજ મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોને આવકારતા શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ વિવિધ સ્વ સહાય જૂથને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યાં ઉપસ્થિત

પ્રસંગે મેયર ગીતા પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, કમિશનર ઓમપ્રકાશ, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, સ્ટેંન્ડિગ કમિટિના ચેરમેન હરેશ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, શાસક પક્ષના નેતા કિરીટ, દંડક અરવિંદ ભલાણી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ પોશિયા, વોટર વર્કસ સમિતિના ચેરપર્સન કુસુમ અકબારી, અગ્રણી સર્વ પ્રદીપ ખીમાણી, ભરત ગાજીપરા, મનન અભાણી, વિનુભાઈ ચાંદીગરા સહિતના મહાનુભાવો અને જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ચિરાગ રાજ્યગુરુ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.