ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો મુક્યો અને ફરી સેવાનો મોકો આપ્યો તે બદલ આભાર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જંગી બહુમતીથી વિજયી બન્યા છે અને તેઓનું વિજય સરઘસ સાંજે ખાનપુર કાર્યાલયથી નીકળશે અને તેમાં અમદાવાદના તમામ ભાજપના વિજેતા ઉમેદવારો પણ જોડાશે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 1.92 હજારની લીડથી ઘાટલોડિયા બેઠક ઉપરથી જીતી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ કમલમ્ ખાતે જીતની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો મુક્યો અને ફરી સેવાનો મોકો આપ્યો. ખોટા વાયદા કરનાર ઠગ લોકોને ગુજરાતની જનતાએ નકાર્યા અને ભાજપને ભવ્ય જીત અપાવી. આ જીત બદલ મુખ્મયંત્રીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. મોટાભાગની બેઠકો પર ભાજપ-કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.
તો ભાજપમાં જીતની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. કમલમ ખાતે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિતના નેતાઓ તેમજ કાર્યકરો ભાજપની ભવ્યાતિભવ્ય જીતનો ઉત્સવ મનાવ્યો હતો. સી.આર.પાટીલે કહ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપને આશિર્વાદ આપ્યા. આગામી પાંચ વર્ષ માટે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. તેમણે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તો તેમણે ભાજપની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પીએમ મોદીએ સતત રેલીઓ, જાહેરભાઓ અને રોડ-શો કર્યા હતા અને મતદારોને મનાવવામાં સફળ થયા હતા. સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.