- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ.૧૦૦૦ કરોડથી વધુના વિવિધ ૨૦ વિકાસકાર્યોની કચ્છવાસીઓને ભેટ આપવા કચ્છ પધારતા ભચાઉ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Kutch News : કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…જ્યારથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમના વિકાસ અર્થે વિવિધ કર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં કચ્છ ક્ષેત્રના વિકાસથી ટુરિઝમને વેગ મળ્યો છે. હજુ પણ ગુજરાત સરકાર કચ્છના વિકાસની કામગીરીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે મંગલવારે ગુજરાતનાં મુખ્યમંત્રી કચ્છના વિકાસ અર્થે ભચાઉ પહોચ્યા હતા. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ.૧૦૦૦ કરોડથી વધુના વિવિધ ૨૦ વિકાસકાર્યોની કચ્છવાસીઓને ભેટ આપવા કચ્છ પધારતા ભચાઉ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, અનિરૂધ્ધ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિત આગેવાન દેવજીભાઈ વરચંદ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, દિલીપભાઈ શાહ, કલેક્ટર અમિત અરોરા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું
ભુજ : નવીનગીરી ગોસ્વામી