અમદાવાદ શહેરના જીએમડીસી મેદાનમાં એજ્યુકેશન ફેર યોજાયો છે. આ શિક્ષણ મેળામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના અનાથ અને વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો, આર્મી અને પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રાહત આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું કે, દર વર્ષે 2500 વિદ્યાર્થીઓની 5 લાખ સુધીની અભ્યાસ ફી રાજ્ય સરકાર ભરશે. મેડિકલ, સેલ્ફ ફાયનાન્સ અને એન્જિનિયરિંગની ફીનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવતા આ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત: અનાથ, દિવ્યાંગ-શહીદોના સંતાનોની ફી ભરશે સરકાર
Previous Articleસેન્સેક્સ 730 અંક અને નિફ્ટી 230 અંક તૂટ્યા…
Next Article મહાશિવરાત્રીએ નિકળશે ભગવાન શિવની શાહી રથયાત્રા