ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન અંતર્ગત ૧૪ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમબર સુધી ભાજપા દ્વારા યોજાનાર ”સેવા સપ્તાહ” કાર્યક્રમ અંતર્ગત જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, આગામી ૧૭ સપ્ટેમ્બરના નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે.
સરદાર સરોવર ડેમ યોજનાની પૂર્ણતાનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે ત્યારે આગામી ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત સરકાર દ્વારા સવારે ૧૦.૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં દરેક જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા વિસ્તારમા આવેલ વિવિધ જળાશયો-નદી-ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ ઉભો કરી ”માં નર્મદા”ના વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે,