ગુજરાતના ૩૩ લાખ ઔદ્યોગિક એકમોમાં મંદી સામે ઝઝૂમવાની તાકાત: મુખ્યમંત્રી, શાપર-વેરાવળ ઓદ્યોગિક એસો.ની સાધારણ સભામાં મુખ્યમંત્રીના હસ્તે શહીદ જવાનોના પરિવારને ચેક વિતરણ અને એસો.ની ડીરેકટરીનું કરાયેલુ વિમોચન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે રાજકોટ લધુ ઉદ્યોગનું હબ બને તે માટે લધુ  ઉદ્યોગો એકમો સાથે રાજ્ય સરકાર ઉભી છે. રાજકોટમાં ભકતિનગર સ્ટેશનજી.આઇ.ડીસી, આજી વસાહત, મેટોડા, પછી ખીરસરા જી.આઇ..ડી.સીનો વિકાસ કરવા જઇ રહયા છીએ સ્વબળે વિકાસ કરવા બદલ  શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એશો.ને અભિનંદન આપ્યા હતા.

આજે અત્રે લગુન રીસોર્ટ ખાતે  શાપર વેરાવળ ઔદ્યોગીક એશોશીએસનના ઉપક્રમે યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષસનેી ઉદબોધન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપર મુજબ જણાવ્યું હતા.

cm-affirms-status-of-joint-municipality-to-shapar-veraval
cm-affirms-status-of-joint-municipality-to-shapar-veraval

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુંમાં જણાવ્યું હતું કે શ્રાજયના નાના મોટા ૩૩ લાખ જેટલા ઔદ્યોગીક એકમો  મંદી સામે જજુમવાની તાકાત છે. અને આપણે મંદીના પડકારને પાર પાડવાના છીએ.

રાજકોટના ઉદ્યોગકારો મહેનતું છે. દરેક ઉદ્યોગની આઇટમોને સુંદર રીતે કરી શકે છે. રાજકોટની ઉદ્યોગ પ્રોડકટ દુનિયામાં વખણાય છે. આપણી ઉદ્યોગની આઇટમો નાસા અને ઇસરોમાં પણ જાય છે.  રાજકોટ સૌરાષ્ટ્રના  ઉદ્યોગકારો ગમે તેવી ઉદ્યોગની પ્રોડકટ બનાવી શકે છે. આપણી ઉજજવળ કારકિર્દી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે રાજયના નાના ઉદ્યોગકારોને જમીની લઇને સબસીડી મળે, ગુણવત્તાયુકત પ્રોડકટ પ્રાપ્ત થાય, સરળતાથી મંજુરી મળે, વિગેરે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. તેમજ તેની ઉત્પાદનની કિંમત ધટે અને દુનિયાની સ્પર્ધામાં ઉભા  રહે  તે માટે લઘુ નાના-એકમોને પડખે રાજય સરકાર ઉભી છે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ એશો.ને શહીદ જવાનોના પરિવારોના  સભ્યોનું  સન્માન કરીને મદદરૂપ બનવાની ભાવનાને બિરદાવીને  જણાવ્યુ: હતું કે  ભારતના દુશ્મન  સામે લડીને ભારત માતાના રક્ષણ માટે જવાનોએ વહોરેલ  શહાદત અમૂલ્ય છે. તેની કિંમત ન હોય શકે તેવો દેશ માટે શહાદત વહોરીને  અમર થયા છે. હવેની લડાઇ આતંકવાદીઓ સામેની છે.  ૩૭૦ની કલમ કોગ્રેસે  ૭૦ વર્ષ રાખી કેમ ?  કાશ્મીર અને દેશને લાભ થવાના બદલે નુકશાન થયેલ છે.વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહને અભિનંદન આપીએ કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે. હવે ભારત કશું ચલાવી લેવાનો નથી.

cm-affirms-status-of-joint-municipality-to-shapar-veraval
cm-affirms-status-of-joint-municipality-to-shapar-veraval

મુખ્યમંત્રીએ  જણાવ્યું શાપર- વેરાવળને સંયુકત નગરપાલીકા આપવા  અને  ફાયર બ્રિગેડના સાદ્યનો આપવાની બાબત અંગે વિધેયાત્મક પ્રતિભાવ આપ્યો હતો

વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એશો.ના ચેરમેનશ્રી રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે આપણી સંસ્થા કેન્દ્ર રાજય સરકારની બધી યોજનાઓમાં ભાગ લ્યે છે. ૩૦ ગામોમાં અને ૩૦ ચેકડેમ ઉંડા કર્યા છે. અને તેમણે શાપર-વેરાવળને સંયુકત નગરપાલીકા આપ્વા સુચન કર્યુ હતું આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સંસ્થાની ડીરેકટરી ૨૦૧૯ વિમોચન તા શહીદ પરિવારોને પ્રતિકાત્મક રીતે ચેક વિતરણ તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું રાજયના ૨૮ જેટલા વીર શહિદોના જવાનોના પરિવારોના  સભ્યોનું સન્માન કરીને કુલ ૧૮ લાખના ચેકોનું વિતરણ તથા પ્રમાણપત્ર એનાયત કરેલ  સંસ્થાના ઉપ પ્રમુખશ્રી અમૃતભાઇ ગઢીયાએ એશોશીએશનની કામગીરીની વિગતો આપી હતી. આ કાર્યક્રમમાં વીર શહીદ જવાનો તથા પૂર્વ સાંસદ સ્વ. વિઠલભાઇ રાદડિયાને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી

શાપર-વેરાવળની ઓફિશીયલ વસ્તી ૬૦ હજાર જ્યારે અનઓફિશીયલી ૨ લાખ: રમેશભાઈ ટીલાળા

cm-affirms-status-of-joint-municipality-to-shapar-veraval
cm-affirms-status-of-joint-municipality-to-shapar-veraval

શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો. ના પ્રમુખ રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૨૦૦૧ થી અત્યાર સુધી શહિદ થયેલા ૩૫ જવાનોના પરિવારોને અહીં બોલાવવામાં આવ્યા હતા. તેઓ શહિદ થયા ત્યારે તેઓને નોમીનલ રકમ મળી હતી પરંતુ તેઓને અહીં બોલાવીને અમારા એસોશીએશન વતી સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. આર્મીના જવાનોને મદદ કરવા માટે અમારા એશોસીએશન દ્વારા યુનિક રીતે કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે.

વધુમાં તેઓએ કહ્યું કે, ખીરસરાનો જે પ્રશ્ન છે તે બધા ઉદ્યોગકારોએ ઉપાડયો છે. સરકારમાં આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીએ આજે આ પ્રશ્નનું નિરાકરણ લાવવાનું પણ કહ્યું હતું. શાપર-વેરાવળને નગરપાલિકાની જરૂરીયાત છે કારણ ભારત સરકારની ખુબ ગ્રાન્ટો આવતી હોય છે. અહીંની વસ્તી પણ વધુ છે, નગરપાલિકા માટે ૨૫,૦૦૦ની વસ્તી જરૂરી હોય છે પરંતુ શાપર-વેરાવળની વસ્તી ૬૦,૦૦૦ થાય છે. આ ૬૦,૦૦૦ની વસ્તી ઓફિશીયલ છે બાકી અનઓફિશીયલી ૨,૦૦,૦૦૦ લાખની વસ્તી છે.

તેઓએ વધુમાં મંદી વિશે કહ્યું કે, રાજકોટની ઈન્ડસ્ટ્રીને મંદી ન નડવી જોઈએ કારણ કે અહીં સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ વધુ છે. બધા જાતે કામ કરે છે. ઓટો સેકટરમાં મદી દેખાઈ રહી છે.

૨૦ થી ૨૫ ટકા પ્રોડકશન વધુ હોવાી આ મંદી હોવાનું પ્રામિક તારણ છે. આ ક્ષેત્રમાં મંદીના કારણ મારી દ્રષ્ટીએ બે જ હોઈ શકે છે. એક તો પ્રોડકશન વધારે હોવું અને બીજુ ભારત સરકારના મુખ્ય જવાબદાર લોકો ઈ-બાઈકના ઈ-વાહનના સ્ટેટમેન્ટ આપ્યા હતા. જેથી ભારે અસર થવા પામી હતી. લોકો રાહ જોતા હતા કે ઈ-બાઈક આવશે અને તેઓ ખરીદશે. તેઓએ ઉમેર્યું કે, અત્યારે ભારત સરકારનું જે ઈન્ફાસ્ટ્રકચર બન્યુ છે તેમાં ક્યાંય મુશ્કેલી નથી. નાના મોટા કરેકશન હોય તો ત્યાં સરકાર જરૂરી સુધારા-વધારા કરવા પણ તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.