કડવા પાટીદારની વિવિધ રપ જેટલી સંસ્થાઓના હોદેદારો પરિવારજનોએ સાથે મળી રાસોત્સવનો આનંદ માણ્યો: દશેરાના પાવન અવસરે દ્વારકાધીશની ધ્વજાજીનું ક્લબ યુવીના આંગણે પધરામણી
શહેરના સેક્ધડ રીંગ રોડ પર ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગઇ કાલે દશેરાના દિવસે ઉમાવંશી પારીવારીક વન ડે નવરાત્રીની રંગે ચંગે ઉજવણી સાથે કલબ યુવી નવરાત્રી મહોત્સવ-2022ની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. નવમા નોરતે મેગા ફાઇનલ વિજેતાઓ જાહેર કરી કલબ યુવીના સ્પોન્સર પરીવારો દ્વારા તેમને ઇનામ વિતરણ કરાયુ હતુ.રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આયોજીત ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં હર વર્ષ નવરાત્રીના આગલા દિવસે વેલકમ નવરાત્રીનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. પરંતુ વરસાદી વાતાવરણને કારણે તે કાર્યક્રમ રદ કરવામાં આવતા રાજકોટ શહેરમાં કાર્યરત ઉમિયા પરિવારની રપ જેટલી વિવિધ સંસ્થાઓ તથા શ્રેષ્ઠીઓ સમગ્ર પરિવાર સાથે સહિયારો રાસોત્સવ માણી શકે તે હેતુસર ગઇકાલે વિજયા દશમીના રોજ ઉમાવંશી પારીવારીક વન-ડે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
કલબ યુવી આયોજીત ઉમાવંશી પારીવારીક વન-ડે નવરાત્રીમાં અતિથિ વિશેષ તરીકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, કરણભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ક્લબ યુવીમાં નવમા નોરતે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રા.મ્યુ.કો. કમિશનર અમીત અરોરા, ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલની સાથે નેશનલ હોકી ટીમના ગુજરાત બહારના 50 ખેલાડી ભાઇ-બહેનોએ કલબ યુવીની મુલાકાત લઇ રાસોત્સવ નિહાળ્યો હતો.