ઉમિયાધામ સિદસરના પ્રમુખ-ચેરમેન જેરામભાઈ વાંસજાળીયા અને મૌલેશભાઈ ઉકાણીના હસ્તે ર્માંની આરતી ઉતારાય
રંગીલા રાજકોટ શહેરમાં નવરાત્રી મહોત્સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. ત્યારે શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી ના આંગણે પ્રથમ નોરતે ખેલૈયાઓની રંગત જામી રહી છે. પરંપરાગત રીતે કલબ યુવીમાં મા ઉમિયાની આરતી બાદ નવરાત્રી મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં ગ્રાઉન્ડ પર મા ઉમિયાનું ભવ્ય મંદિર બનાવવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન દરરોજ સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ ના હસ્તે આરતી કરવામાં આવે છે. ત્યારબાદ જ રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવે છે.
ખૈલૈયાઓ મન મુકી ઝુમી શકે તે માટે સમગ્ર ગા્રાઉન્ડમાં ડબલ લેયર કાર્પેટ બીછાવવામાં આવે છે. કલબ યુવીના ધમાકેદાર પ્રારંભે ખૈલૈયાઓએ રાસોત્સવનો આનંદ માણયો હતો. કલબ યુવી નવરાત્રી મહોત્સવની પરંપરા મુજબ દરેક ખૈલૈયાઓને ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરવો ફરજીયાત છે. નવરાત્રી મહોત્સવ સમયસર શરૂ કરી રાત્રે 1ર કલાકે પુર્ણ કરવામાં આવે છે. કલબ યુવી નવરાત્રી મહોત્સવનોં ખૈલૈયાઓ, દર્શકો પાટીદાર પિરવારોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ થી આગળ રાધીકા ફાર્મ ખાતે કલબ યુવી દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે ઉમિયાધામ સિદસર ના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી,ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ પરસોતમભાઈ ફળદુ, બાબુભાઈ ધોડાસરા, જીવનભાઈ ગોવાણી, દિલીપભાઈ ધરસંડીયા, ફીડ માર્શલ ક્ધયા છાત્રાલયના જે.એમ઼ પનારા, ગૌતમભાઈ ધમસાણીયા આરતી કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ ર્ક્યો હતો. પ્રથમ નોરતે કલબ યુવીના કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, સોનલબેન ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, ડીમ્પલબેન કનેરીયા, ક્ધવીનર કાંતીભાઈ ધેટીયા, મધુબેન ધેટીયા, ડાયરેકટરો એમ઼એમ઼પટેલ, રસીલાબેન પટેલ, હસ્તે વિજેતા ખેલૈયાઓને ઈનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.
કલબ યુવી રાસોત્સવમાં ગઈકાલે પ્રથમ નોરતે વિજેતા વિવિધ કેટેગરી વાઈસ ઈનામો :હેર કરાયા હતા. જેમાં ચિડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ કાસુન્દ્રા વિધી, બુટાણી વીધી, ચિડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ કાલરીયા કેનીલ, દુદાણી સહજ, ચિડ્રન પ્રિન્સેસ તરીકે ભેંસદડીયા અત્રી, ભલાણી જાનવી, ચિડ્રન પ્રિન્સ તરીકે ગોવાણી તરંગ, સોળીયા સુમીત, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે ભાલોડી એક્તા, કાલરીયા ક્રિશ્ર્ના, વેલ ડ્રેસ પ્રિન્સ જાવીયા જીજ્ઞેશ, કાલરીયા દેવેન્દ્ર પ્રિન્સેસ તરીકે હિંગરાજીયા ધુ્રતી, વાછાણી રાજવી, આરદેસણા અવની, પ્રિન્સ તરીકે ગોલ જયદીપ કાલરીયા દિપેન, ભુત મીત વિજેતા બન્યા હતા. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં ચુનીંદા કલાકારો નો કાફલો સુર તાલની સુરાવલીના સથવારે ખૈલૈયાઓને ડોલાવ્યા હતા. રાજકોટમાં સૌ પ્રથમવાર 11 કલાકારોની કોરસ ગુ્રપ ટીમ ધીરૂભાઈ નાદપરા, જયેશભાઈ પનારા, બીપીનભાઈ ધુડેસીયા, ડો. ભરતભાઈ ધેટીયા, મગનભાઈ સંતોકી, પ્રશાંતભાઈ, મમતાબેન ધોડાસરા, કાજલબેન કાસુન્દ્રા, દક્ષ્ાબેન માકડીયા, જપાબેન હર્ષબેન સહીત 40 કલાકારોનો કાફલા દ્વારા કલબ યુવીના આ નવરાત્રી મહોત્સવમાં સુર તાલનું ભવ્ય સામા્રજય સર્જી સૌને એક તાલે ડાલાવ્યા હતા. પ્રથમ નોરતે જજ તરીકે રૂચીર પંડયા, હિરલ વ્યાસ, નીપા દાવડા, પાર્થ રાવલ, કૈલી વ્યાસ ભાવેશ જેઠવા વિગેરેએ સેવા આપી હતી.
ઉમિયાધામ દ્વારા કડવા પાટીદાર પરિવારને ગરબા-ચુંદડી વિતરણ
શક્તિ આરાધનાના પ્રથમ દિવસ પ્રથમ નોરતે રાજકોટમાં વસતા કડવા પાટીદાર પરિવાર પોતાના ઘરે જ પૂર્ણ આસ્થા , શ્રધ્ધા અને પવિત્રતા સાથે નવ દિવસ સુધી કુળદેવી ઉમિયા માતાજીની ભાવપૂર્ણ આરાધના કરે તે ભાવથી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમિયાધામ રાજકોટ) દ્વારા 1551 પરિવારોને ગરબા અને ચૂંદડીનું નિ:શૂલ્ક વિતરણ કરાયું હતું .
પટેલ સેવા સમાજ -રાજકોટ પટેલ પ્રગતિ મંડળ – રાજકોટ ના સક્રિય સહયોગથી યોજાયેલા આવકાર્ય કાર્યક્રમમાં ગરબા ચૂંદડીનું કડવા પાટીદાર પરિવારને વિતરણ કરાયું તે પૂર્વે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે તમામ 1551 ગરબા ચૂંદડીનું કુળદેવી માં ઉમિયા માતાજીના ચરણોમાં શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાયું હતું .
રાજકોટના દાતા કોરડીયા પરિવારના સર્વ પ્રભુદાસભાઈ રાઘવભાઈ કોરડીયા , અરવિંદભાઈ રાઘવભાઈ કોરડીયા તથા નિશાંતભાઈ ગોકળભાઈ કોરડીયાના સહયોગથી નિ:શૂલ્ક અપાયેલા ચૂંદડી – ગરબાની વિશેષતા એ હતી કે આ તમામ ગરબા ઇકો ફ્રેન્ડલી બનાવાયા છે.
રાજકોટમાં વસતા કડવાપાટીદાર પરિવારોને ગરબા – ચૂંદડીનું વિતરણ કરાયું હતું.આ આયોજનને જબ્બર પ્રતિસાદ સાંપડ્યો હતો અને બપોરે 11 વાગ્યા સુધીમાં તમામ ગરબા વિતસ્તિ થઈ ગયા હતા.
કુળદેવી માં ઉમિયાના ચરણોમાં તમામ ગરબાઓ -ચૂંદડી રાખીને મુખ્ય દાતા પરિવારના દિવ્ય કોરડીયા તથા દીપન કોડીયાએ સજોડે મુખ્ય યજમાન તરીકે પૂજન વિધિ કરી હતી . આ સમયે જોસનાબેન અરવિંદભાઈ કારીયા પણ ખાસ હાજર રહ્યા હતા.
કર્મકાંડના પ્રખર જ્ઞાતા મુકેશભાઈ દવેએ કરાવેલી શાસ્ત્રોક્ત પૂજન વિધિમાં સંસ્થાની યુવા સંગઠનના સર્વ પ્રફુલ્લભાઈ સાપરિયા , નરેન્દ્રભાઈ ડઢાણીયા જીતેન્દ્રભાઇ માકડિયા તથા અરવિંદભાઈ અઘેરા પણ સજોડ પૂજનવિધિમાં સામેલ થયા હતા .
આ શ્રધ્ધાપૂર્ણ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વ પ્રભુદાસભાઈ કણસાગરા , મગનભાઈ ભલાણી વલ્લભભાઈપટેલ , અમુભાઈ ડઢાણીયા તથા કિશોરભાઈ ઘોડાસરા ઉપસ્થિત રહ્યા હતા .
સંસ્થાના કારોબારી સદસ્યો સર્વ જમનભાઈ વાછાણી , કાન્તીભાઈ મકાતી , સંજયભાઈ કનેરિયા જગદિશભાઈ પરસાણીયા , મગનભાઈ વાછાણી , પ્રફુલ્લભાઈ સેખાત ઉપસ્થિત રહ્યા હતા વિશેષ ઉપસ્થિતિ વિપુલભાઇ સંતોકી (એ.ડી.કો.ગ્રુપ) હાજર રહ્યા.