ચોમાસાની વહેલાસર ની “આલબેલ’ અને રાજકોટમાં ભીમ અગિયારસના તહેવારોમાં ધોધમાર વરસાદથી મેઘાવી માહોલ બરોબર જામ્યો છે… જોકે હજુ સમગ્ર પંથકમાં એકરસ વરસાદી હેલી ની રાહ જોવાઇ રહી છે ત્યારે વરસાદના ઝાપટાં થી કયાક કયાક રસ્તા પરનહ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી નદીઓની જેમ વહી રહ્યા છે, તો ક્યાંક ક્યાંક પાણીના ભરાવા ને કાદવ કીચડ ની સમસ્યાઓની ફરિયાદો પણ ઉઠી રહી છે ત્યારે રાજકોટમાં ચોમાસુ બરાબર જામે એ પહેલાં મેઘાવી માહોલ જામી રહ્યો છે શાળા-કોલેજો શરૂ થઈ છે ત્યારે શહેરમાં વરસાદી માહોલે વિદ્યાર્થીઓને દફ્ત્ ર સાથે સાથે રેઇનકોટ અને છત્રી પણ સાબ્દે કરવાની ફરજ પડી છે બે દિવસની ભારે વરસાદની આગાહી છે ત્યારે રાજકોટ શહેરીજનો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે શહેરના ઉમિયા ચોક, યાગ્નીક રોડ, રાષ્ટ્રીય શાળા, બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદના પાંચ છાંટા પડે એટલે રસ્તા પર પાણી વહેવા લાગે છે.