- શહેરમાં સિઝનનો કુલ 16 ઇંચ વરસાદ વરસી ગયો: વેસ્ટ ઝોનમાં 31 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 27 મીમી અને ઇસ્ટ ઝોનમાં 17 મીમી પાણી પડયું
- હવામાન વિભાગના રેકોર્ડ પર 32.4 મીમી જયારે ફલડ ક્ધટ્રોલ રૂમમાં 24 મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું: ઉઘાડ નિકળ્યો
રાજકોટમાં મધરાતથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે મેઘરાજાએ સવા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
રાજકોટમાં મધરાતથી મેઘરાજા ધીમીધારે હેતુ વરસાવી રહ્યા છે. આજે સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. વાતાવરણ ખુબ જ આહલાદક બની જવા પામ્યું છે. આજે સવારે આઠ વાગ્યા સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 27 મીમી વરસાદ વરસાદ પડયો હતો આ ઝોનમાં અત્યાર સુધી સિઝનનો કુલ 388 મીમી વરસાદ વરસી ગયો છે. વેસ્ટ ઝોનમાં 31 મીમી સાથે સિઝનનો 393 મીમી વરસાદ વરસી ગયો છે. જયારે ઇસ્ટ ઝોન 17 મીમી વરસાદ પડયો છે. સિઝનનો 288 મીમી વરસાદ વરસી ગયો છે. હવામાન વિભાગના રેકોર્ડ પર રાજકોટમાં 32.4 મીમી વરસાદ પડયો છે. જયારે કલેકટર કચેરી સ્થિત ફલડ ક્ધટ્રોલના રેકોર્ડ પર 24 મીમી સાથે મોસમનો 301 મીમી વરસાદ પડયો છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવે છે.
રાજકોટ જીલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક થવા પામી છે. આજી-3 ડેમમાં 0.39ફુટ, સુરવો ડેમમાં 0.33 ફુટ, મોરબી જીલ્લાના મચ્છુ-ર ડેમમાં 0.16 મીમી, ડેમી-1 ડેમમાં 0.07 ફુટ, ડેમી-ર ડેમમાં 0.16 ફુટ, પાણીની આવક થવા પામી છે.