ભારે વરસાદના પગલે રામનાથપરામાં આજી નદીના પાણી ફરી વળતા ૧૦૦૦ લોકોનું સ્થળાંતર

રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકથી મુશળધાર વરસાદના કારણે શહેરના વિસ્તારો પાણી-પાણી થઈ ચૂકયા છે. શહેરના મોટાભાગના નાળામાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રામનાથપરામાંથી ૧૦૦૦ લોકોને સુરક્ષીત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.

DSC 0535

આજી નદી ગાંડીતુર બનતા નદીના પાણી ભગવાનને જળાભિષેક કરતા હોય તેવો નજારો સર્જાયો છે. અલબત મેઘરાજાની સટાસટીથી કેટલાક વિસ્તારોમાં લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. ખસ કરીને રેલનગર અંડરબ્રિજ, લક્ષ્મીનગરનું નાળુ, પોપટપરા અંડરબ્રિજ, બેડીનો પુલ સહિતના પરિવહનના માર્ગે પાણી-પાણી થઈ ચૂકયું છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા ૨૪ કલાકથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. અનેક નદી-નાળામાં પાણી છલકાઈ ગયા છે. ડેમ ઓવરફલો થયા છે, સૌરાષ્ટ્રના ગામડાઓ અને નગરોના રસ્તાઓમાં પાણી ભરાયા છે. રાજકોટમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ગોઠણડુબ પાણી જોવા મળ્યા છે.

લક્ષ્મીનગર નાળુ

DSC 0534

રેલનગર અંડરબ્રીજમાં પાણીના ફૂવારા

DSC 0503

પોપટપરા

DSC 0506

રામનાથ મંદિર પાણીમાં ગરકાવ

DSC 0528

બેઠો પુલ પાણીમાં ગરક

DSC 0526

રસ્તા બંધ

DSC 0516

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.