તંત્ર અને પ્રજાની જાણવણીના અભાવે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા પ્રાચિન મંદિરો
તંત્રએ મંદિરોની જાણવણી કરવાના બદલે શિવાલયની બાજુમાં જ શૌચાલય બનાવ્યા
પ્રાચીન મંદિર પરિસરમાં અસામાજિક તત્વો દારૂ, જુગાર અને ગુટખાની મહેફીલ માણતા હોય તેવા અહેવાલ
સાબરકાંઠા જિલ્લાનુ ઈડર પોતાના ઐતિહાસિક વારસાને કારણે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. હજારોની હિન્દુ વસ્તી ધરાવતા શહેરમાં ભક્તો વગર ખાલીખમ હોવાને કારણે ભૂતકાળની યાદોને સમેટીને ઉભેલા આ મંદિરો આજે જર્જરિત બની ગયા છે.
શહેરના પ્રાચીન વારસાને બચાવવા નથી પુરાતત્વ ખાતાને પડી કે નથી સ્થાનિક તંત્રને, તંત્રની બેદરકારીના કારણે પ્રાચીન ડુંગરો ખનનથી નાશ પામી રહ્યા છે, જ્યારે ઐતિહાસિક ધુળેટા દરવાજા, ટાવરની ઘડિયાળ સહિતના પ્રાચીન સ્થાપત્યો એક એક કરીને નાશ પામી રહ્યાં છે. એવુ લાગી રહ્યું છે આવનારા દિવસોમાં તમામ વારસો પુસ્તકો સીમિત રહી જશે.
ધનેશ્વર ડુંગરી વિસ્તારમાં આવેલા આ પ્રાચીન મંદિરો જાળવણીના અભાવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે. જો પ્રજા પુરાત્વ ખાતુ કે સ્થાનિક તંત્ર આ મંદિર કે સ્થાપત્યો બચાવવા આગળ આવશે એવી રાહ જોશે તો બહુ મોડુ થઈ જશે